________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
અધ્યાનગરીમાં સિંહસેન રાજા અને સુયશાદેવીના પુત્ર, કનકવણુંવાળા, ત્રીસ લાખ વર્ષના આયુષ્યવાળા, પચાસ ધનુષના દેહવાળા, સાડાસાત લાખ વર્ષના વ્રતપર્યાયવાળા, ચૌદમા અનંતનાથ જિનેશ્વર થશે. વિમલજિનના મોક્ષ અને અનંતજિનના મોક્ષનું આંતરું નવ સાગરોપમ જાણવું. ૧૪
રત્નપુરમાં ભાનુરાજા અને સુવ્રતાદેવીના પુત્ર કનક સરખી કાંતિવાળા, દશ લાખ વર્ષના આયુષ્યવાળા, પીસ્તાલીશ ધનુષ્ય દેહવાળા, અઢી લાખ વર્ષના વ્રતપર્યાયવાળા, પંદરમા ધર્મનાથ જિનેશ્વર થશે, અનંતજિન અને ધર્મજિનના નિર્વાણનું આંતરું ચાર સાગરોપમ પ્રમાણ જાણવું. ૧૫
ગજપુરનગરમાં વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર સુવર્ણ સમ કાંતિવાળા, એક લાખ વર્ષના આયુષ્યવાળા, ચાલીશ ધનુષ્ય દેહના પ્રમાણવાળા, પચીશ હજાર વર્ષ વ્રતના પર્યાયવાળા સેળમાં શ્રી શાંતિનાથ જિનવર થશે, પિણા (૨) પલ્સેપમ ઓછું ત્રણ સાગરોપમ આંતરું જાણવું. ૧૬
ગજપુરનગરમાં સૂરરાજા અને શ્રીદેવીના પુત્ર, સુવર્ણ સમાન કાંતિવાળા પંચાણું હજાર વર્ષના આયુષ્યવાળા, પાંત્રીશ ધનુષ્ય ઊંચા, ત્રેવીસ હજાર અને સાડા સાતસો વર્ષ વ્રતના પર્યાયવાળા સત્તરમા કુંથુનાથ તીર્થકર થશે. તેઓનું આંતરું અર્ધપપમ જાણવું. ૧૭