________________
૪૫o
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને સાધુ સંબંધીના ભેદથી પાંચ પ્રકારે અવગ્રહ હોય. તેઓમાં ઉત્તર-ઉત્તર અવગ્રહ વડે પૂર્વ–પૂર્વ અવગ્રહ બાધિત થાય છે, કારણ કે પૂર્વોક્ત અને પરોક્ત વિધિમાં પરક્ત વિધિ બળવાન થાય.
તે વખતે ઇંદ્ર પણ કહે છે કે –“હે દેવ! જે સાધુઓ મારા અવગ્રહમાં વિચરે છે તેઓને મેં મારા અવગ્રહની અનુજ્ઞા આપી.”
આ પ્રમાણે કહીને સ્વામીના ચરણોને વંદન કરી ઇંદ્ર ઊભો રહ્યો છતે ભરતેશ્વર પણ ફરીથી આ પ્રમાણે વિચારે છે કે –જે કે આ મુનિઓએ મારૂં અશન આદિ તે ન લીધું, તે પણ હું પિતાના અવગ્રહની અનુજ્ઞા વડે કૃતાર્થ થાઉં, એ પ્રમાણે હૃદયમાં વિચારીને પ્રસન્ન હૃદયવાળે મહીપતિ ઇંદ્રની જેમ પૂજ્ય સ્વામીની આગળ પિતાના અવગ્રહની અનુજ્ઞા આપે છે.
તે પછી તે ભરત સમાનધમી ઈંદ્રને પૂછે છે કે – હમણું આ ભક્ત–પાન આદિનું મારે શું કરવું? આ ભક્ત-પાન આદિ ઉત્તમ ગુણવાળાને આપવું જોઈએ, એ પ્રમાણે ઇંદ્રે કહેવાથી તે આ પ્રમાણે વિચારે છે કે –સાધુઓ સિવાય બીજા કેણ ઉત્તમ ગુણવાળા છે? અરે ! જાણ્યું ! અથવા ખરેખર દેશવિરતિ શ્રાવકે મારાથી ઉત્તમ ગુણવાળા છે, તેઓને મારે આ આપવું જોઈએ. “આ જ કરવા લાયક છે. એમ નિર્ણય કરીને ચક્રવતી ઇંદ્રના દેદીપ્યમાન આકૃતિવાળા રૂપને જોઈને વિસ્મય પામીને