________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪પી
પૂછે છે કે – હે દેવેન્દ્ર ! તમે દેવકમાં પણ શું આવા રૂપે રહે છે ? અથવા બીજા રૂપે? કારણ કે દેવ ઈચ્છા મુજબ રૂપવાળા હોય છે. - દેવેન્દ્ર કહે છે કે –હે રાજન્ ! અમારું આવું રૂપ ત્યાં ન હોય, ત્યાં જે રૂપ હોય તે મનુષ્યથી જોઈ પણ શકાય નહિ.
ભરત કહે છે કે – હે સુરપતિ ! પિતાની તે દિવ્ય આકૃતિ દેખાડવા વડે ચંદ્ર જેમ ચરને આનંદ પમાડે તેમ મારા નેત્રોને આનંદ પમાડે. - તે વખતે ઇંદ્ર કહે છે કે – હે રાજન ! તું ઉત્તમ પુરુષ છે તેથી તારી પ્રાર્થના ફેગટ ન થાય. તેથી તેને આ અંગનું અવયવ બતાવીશ; એમ કહીને ઈંદ્ર ઉચિત અલંકારો વડે શોભતી જગતરૂપી ઘરને વિષે એક દીપિકા સરખી પોતાની એક આંગળીને બતાવે છે.
ભરતરાજા, સમુદ્ર જેમ પૂર્ણિમાના ચંદ્રને જોઈને આનંદ પામે તેમ, વિકસિત દેદીપ્યમાન કાંતિવાળી તે ઈદ્રની આંગળીને જોઈને પ્રમુદિત ચિત્તવાળે થશે.
- હવે ઈંદ્ર ભગવંતને પ્રણામ કરીને અને રાજાનું સન્માન કરીને તે જ વખતે સંધ્યાના વાદળાની જેમ અંતર્ધાન થ.
હવે ચક્રવતી પણ ઈંદ્રની જેમ પ્રભુને વંદન કરીને, ચિત્તમાં પોતાના કાર્યોને વિચારતે વિનીતાનગરીમાં જાય છે, ત્યાં રત્નનિમિત ઇંદ્રની આંગળીની સ્થાપના