________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પરિવાર સહિત તે ભરત મહારાજા ક્ષણવારમાં અષ્ટાપદ પર્વત પાસે પહોંચે છે.
તે હાથી ઉપરથી ઉતરીને મહાગિરિ ઉપર ચઢે છે, જેવી રીતે સંયમની ઈચ્છાવાળે ગૃહસ્થમથી ઊંચા ચારિત્ર ઉપર ચઢે તેમ તે ઉત્તર દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કરીને આનંદના કંદને ઉત્પન્ન કરવામાં મેઘ સરખા પ્રભુને જુએ છે. ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રભુના ચરણકમળને નમસ્કાર કરીને મસ્તકને વિષે બે હાથ જોડી ભરત આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કરે છે -
હે સ્વામિન! મારા જેવાએ તમારી સ્તુતિ કરવી તે કળશ વડે સમુદ્રને માપવા જેવું છે. તે પણ નિરંકુશ એ હું ભક્તિ વડે તમારી સ્તુતિ કરીશ. હે પ્રભુ! જેમ દીપકના સંપર્કથી વાટ પણ દીપપણાને પામે છે, તેમ તમારે આશ્રય કરનારા ભવ્ય જીવો તમારા સરખા થાય છે. મદોન્મત્ત ઇંદ્રિયરૂપી હાથીઓના મદદને હરણ કરવામાં ઔષધ સમાન, માર્ગને બતાવનાર એવું તમારું શાસન વિજયવંત વતે છે, તે ત્રણ ભુવનના સ્વામી ! ઘાતી કર્મોને હણીને જે બાકીના કર્મોની ઉપેક્ષા કરે છે તે તો ત્રણ ભુવનને અનુગ્રહ કરવા માટે હોય એમ હું માનું છું. હે પ્રભુ! તમારા ચરણમાં લાગેલા ભવ્ય પ્રાણુઓ ગરુડની પાંખમાં રહેલા મનુષ્ય જેમ સમુદ્રને ઓળગે તેમ સંસાર સમુદ્રને ઓળંગી જાય છે, અનંત કલ્યાણરૂપી વૃક્ષને ઉલ્લાસ પમાડનારા દેહદ જેવું,