________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૪૫
હોય એવા શોભે છે.
સૈન્ય પણ જગત્પતિને પ્રણામ કરવા માટે ચક્રવતીથી પણ અત્યંત ઉત્સુક હતા, કારણ કે ખગૂ કરતાં પણ મ્યાન અત્યંત તીક્ષણ હોય છે. દ્વારપાળ પણ તેઓના મોટા કલાહલથી સામાની મધ્યમાં રહેલા ચક્રવતીને ચારે તરફથી સૈન્ય આવી ગયાં છે એ પ્રમાણે જણાવે છે.
હવે ચક્રવતી જેમ મુનીશ્વર રાગદ્વેષના જય વડે મનશુદ્ધિ કરે, તેમ સ્નાન વડે દેહશુદ્ધિ કરે છે.
તે પછી કર્યું છે પ્રાયશ્ચિત્ત કૌતુકમંગળ જેણે એવો ભરતેશ્વર પિતાના ચરિત્રની જેમ ઉજજવળ વસ્ત્ર-નેપથ્યને
| મસ્તક ઉપર શ્વેત છત્રવડે બંને બાજુઓ ત. ચામર વડે ભતો તે ઘરના છેડે રહેલી વેદિકા પાસે જાય છે, સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર ચઢે તેમ તે વેદિકા ઉપર ચઢીને રાજા આકાશના મધ્યની જેવા ઊંચા. મહા ગજ ઉપર ચઢે છે.
યંત્રધારા ( ફુવારા)ને જળની જેમ ભેરી-શંખપટહ આદિ વાજિંત્રોના મહા-શબ્દ વડે આકાશના વિસ્તારને ભરી દેતા, મેઘની જેમ મદ રૂપી જળવાળા હાથીઓ વડે દિશાઓને રૂંધતે, સાગર જેમ તરંગ વડે તેમ ઘડાઓ વડે પૃથ્વીને ઢાંકી દેતે, યુગલિક નર વડે કલ્પવૃક્ષની જેમ હર્ષ અને ત્વરાથી યુક્ત, અંતઃપુરના