________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે પછી તે સિંહાસન ઉપરથી ઉઠીને ભગવંતની દિશાની સન્મુખ સાત આઠ પગલાં જઈને વિનય વડે પ્રણામ કરે છે. પ્રણામ કરીને ફરી સિંહાસન ઉપર બેસીને સ્વામીને ચરણ પાસે જવા માટે ઈંદ્ર જેમ દેવોને બોલાવે તેમ રાજાઓને બોલાવે છે. ભરત રાજાની આજ્ઞા વડે સર્વે રાજાઓ વેલા વડે મોટેથી સમુદ્રના તરંગની પરંપરાની જેમ ચારે તરફથી આવ્યા.
તે વખતે સ્વામીની પાસે જવા માટે પિતાના - આરોહકોને ઉતાવળ કરાવતા હોય તેમ હાથીએ મેથી ગર્જના કરે છે, ઘડાઓ હેષારવ કરે છે, રથિકે અને પગે ચાલનારાઓ હર્ષથી રોમાંચિત થયેલા જાય છે, કારણ કે ભગવંતની પાસે જવા માટે રાજાની આજ્ઞા એ સુગંધી સોના સરખી થાય છે.
જેમ મહાનદીના પૂરના પાણું બને કાંઠામાં સમાય નહિ, તેમ અષ્ટાપદથી અધ્યાનગરી સુધી રહેલા પણ સૈ માતાં નથી, તે વખતે આકાશમાં પણ વેત છ વડે અને મોર પીંછથી બનાવેલા છ વડે ગંગા અને યમુના નદીના વેણીસંગ જેવું થાય છે.
અશ્વારોહી સુભટના હાથના અગ્રભાગમાં રહેલા ભાલાઓ પણ કુરાયમાન પિતાનાં કિરણે વડે બીજા - ભાલા ઊંચા કર્યા હોય એવા શેભે છે.
હાથી ઉપર ચઢેલા વીરકુંજરે વડે હર્ષથી મોટી ગર્જનાઓ કરવાથી હાથીઓ હાથીઓને વહન કરતા