________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જગતના મહામોહરૂપી નિદ્રાને દૂર કરવામાં પ્રાતઃકાળ સરખું તમારું દર્શન જયવંતુ વતે છે. તમારા ચરણકમળના સ્પર્શથી પ્રાણુઓનાં કર્મો નાશ પામે છે, કારણું કે ચંદ્રના કમળ કિરણોથી પણ હાથીને દાંત ફૂટે છે. હે જગન્નાથ! જેમ મેઘની વૃષ્ટિ અને ચંદ્રને પ્રકાશ સર્વને સાધારણ હોય છે તેમ તમારે પ્રસાદ પણ સવને સાધારણ જ છે.
આ પ્રમાણે ગુરુષભનાથની સ્તુતિ કરીને અને પ્રણામ કરીને ભરતેશ્વર સામાનિકદેવની જેમ ઇંદ્રની પાછળ બેસે છે, દેવેની પાછળ બીજા મનુષ્યો બેસે છે, મનુષ્યની પાછળ સ્ત્રીઓ ઊભી રહે છે.
- આ પ્રમાણે પ્રથમ ગઢની અંદર ચતુર્વિધ સંઘ, નિષ્પાપ એવા શ્રી જિનશાસનમાં ચતુર્વિધ ધર્મની જેમ રહે છે, બીજા ગઢમાં વિરોધીઓ પણ સગાભાઈની જેમ
નેહ સહિત અને હર્ષ સહિત તિર્યંચે રહે છે. ત્રીજા કિલ્લાની અંદર આવેલા રાજા વગેરેના દેશના સાંભળવામાં ઊંચા કાનવાળા હાથી ઘોડા આદિ વાહનોની પરંપરા રહે છે.
ત્રિભુવનસ્વામી સર્વભાષાને અનુસરતી મેઘના અવાજ સરખી ગંભીર વાણી વડે ધર્મદેશના કરે છે. તે વખતે હર્ષ વડે જિનેશ્વરની દેશનોને સાંભળતા તિર્યંચ, મનુષ્ય અને દેવે અત્યંત ભારથી મુક્ત થયા હોય તેમ, વાંછિત પદ પ્રાપ્ત કર્યું હોય તેમ, અભિષેકકલ્યાણ કર્યું હોય