________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૨૩ જાણતા નથી, તે મસ્તકથી પગ સુધી ગ્રીષ્મઋતુના તાપથી રજથી કાદવ રૂપે થયેલ પરસેવાના પાણી વડે કાદવમાંથી નીકળેલા ડુકકર જેવા લાગે છે, તેઓ વર્ષાકાળે મહાઝંઝાવાતના વાયુથી કંપાયમાન થયેલ વૃક્ષે વડે પર્વત જેમ કંપાયમાન ન થાય તેમ વેગવાળી ધારાવૃષ્ટિ વડે જરાપણ ભેદાતા નથી. એ વિદ્યત્પાતને વિષે નિર્ધાતથી પર્વતના શિખરે કંપાયમાન થયે છતે પણ ધ્યાનથી ચલાયમાન થતા નથી. તેમનાં ચરણયુગલ, નીચે વહેતાં પાણીથી ઉત્પન્ન થયેલ સેવાલ વડે નિજન ગામની વાવના પગથિયાની જેમ લેપાય છે, હેમંતઋતુમાં હિમરૂપ થયેલ હસ્તિમાત્ર પાણીવાળી નદીમાં પણ કર્મરૂપી ઇંધનને બાળવામાં ઉદ્યમવાળા ધ્યાનરૂપી અગ્નિ વડે તે સુખપૂર્વક ઊભા રહે છે. હિમથી બળતાં છે વૃક્ષે જેમાં એવી હેમંતઋતુની રાત્રિઓમાં કુંદપુષ્પની જેમ બાહુબલિનું ધર્મધ્યાન વિશેષે વૃદ્ધિ પામે છે. અરણ્યના મહિષે મહાવૃક્ષના સ્કંધની જેમ શૃંગના ઘાતપૂર્વક તેને વિષે સ્કંધને ખણવાનું કરે છે. ગેંડા પશુઓ રાત્રિમાં ગિરિતટની જેમ દેહ વડે તેના શરીરને ટેકે લઈને નિદ્રાસુખનો અનુભવ કરે છે, હાથીએ શલકીવૃક્ષના પલવના જમવડે તેના હાથ–પગને વારંવાર ખેંચતા, ખેંચવા માટે અશક્ત બની વિલખાપણાને પામેલા ચાલ્યા જાય છે. ચમરી ગયો વિશ્વાસ પામી ઊંચા મુખ કરી કરવતની જેમ કાંટા સરખી વિકરાળ જીભ વડે તેને ચાટે છે. મેટેથી ફેલાયેલી સેંકડે શાખાવાળી લતાઓ વડે ચર્મની