________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દેરી વડે મૃદંગની જેમ તે ચારે તરફથી વીંટાય છે, પૂર્વના સ્નેહથી આવેલા બાણથી ભરેલા ભાથાની સરખા શરસ્તંબ (મુંજ વૃક્ષને ગુચ્છા) તેની ઉપર નિરંતર ચારે તરફથી ચઢે છે, વર્ષાઋતુના કાદવમાં ખૂંચેલા, તેના પગ ઉપર ઘણું ચાલતી કીડીઓથી ગર્ભિત ડાભની સોઈ ઉગે છે, વેલડીઓથી વ્યાપ્ત તેના દેહને વિષે પરસ્પરના વિધ વિના શ્યન અને ચકલા વગેરે પક્ષીઓ માળા કરે છે, વેલડીએના વિસ્તારથી ગહન તેના શરીરને વિષે હજારે સપે, અરણ્યના મોરના શબ્દ વડે ત્રાસ પામ્યા છતાં ચઢે છે, દેહ ઉપર ચઢેલા લટકતાં તે સર્વે વડે બાહુબલિ હજાર હાથને ધારણ કરતા હોય તેમ શેભે
છે. તે પગની પાસે રહેલા રાફડામાં નીકળેલા સર્પો વડે - પગના કડાની જેમ પગમાં વીંટાય છે.
આ પ્રમાણે ધ્યાન વડે રહેલા તે બાહુબલિને આહાર વિના વિચરતાં વૃષભસ્વામીની જેમ એક વર્ષ ગયું.
વર્ષ પૂર્ણ થયે છતે વિશ્વવત્સલ ભગવાન વૃષભસ્વામી બ્રાહ્મી અને સુંદરીને બોલાવીને આદેશ કરે છે – હમણાં તે બાહુબલિ ઘણું કર્મ ક્ષય થવાથી શુકલ ચતુર્દશીની રાત્રિની જેમ પ્રાયઃ તમ–અંધકાર રહિત (અજ્ઞાન રહિત) થયા છે, ફક્ત તે મોહનીયમના અંશ- માનથી કેવળજ્ઞાન પામતા નથી કારણકે વસ્ત્રના ટૂકડાથી પણ ઢંકાયેલ પદાર્થ દેખાતો નથી, તમારા વચન વડે તે માનને ત્યાગ કરશે. તેથી આજે તમે ત્યાં જાઓ. તેને