________________
o
શ્રી ઋષભનાથ ચરિત્ર
પરાક્રમ અરણ્યમાં ઉત્પન્ન થયેલ વૃક્ષેના પુષ્પની સુગંધની જેમ ફેગટ ગયું. - નપુંસક વડે સ્ત્રીની જેમ અમારા વડે અસ્ત્રોને સંગ્રહ, તેમ જ શુક વડે શાસ્ત્રના અભ્યાસની જેમ અમારા વડે શસ્ત્રનો અભ્યાસ ફેગટ કરા.
આ હાથીઓને યુદ્ધને અભ્યાસ અને આ ઘડાએને પરિશ્રમ જીતવાને અભ્યાસ હણાયેલી બુદ્ધિવાળા અમે ફેગટ કરાવ્યું.
શરઋતુના ઉત્પન્ન થયેલા મેઘની જેમ અમે નકામી ગર્જના કરી, રાજપત્નીની જેમ અમે નકામે વિકટ કટાક્ષ કર્યો, સામગ્રી બતાવનારાની જેમ અમે નકામા બખતર ધારણ કર્યા, યુદ્ધને મરથ પૂરો ન થવાથી અમારું અહંકારધારવાપણું નકામું જ ગયું.
આ પ્રમાણે વિચાર કરતાં વિષાદરૂપી વિષથી વ્યાપ્ત થયેલા કુત્કાર સહિત સપની જેવા તેઓ ખસે છે.
તે વખતે ક્ષત્રિયત્વરૂપી મહાજનવાળા ભરતેશ્વર પણ મહાસમુદ્ર જેમ વેલાને ખસેડે તેમ પિતાના સૈન્યને. ખસેડે છે. " મહાતેજસ્વી ચકવતી વડે ખસેડાતા પિતાના સૈનિકે. પગલે પગલે સમૂહરૂપે થઈ આ પ્રમાણે વિચારે છે– મંત્રીના બહાને ક્યા શત્રુની મંત્રણાથી આપણું સ્વામીએ ફક્ત બે હાથની જેમ આ ધ્વંદ્વયુદ્ધ કબૂલ કર્યું ? સ્વામીએ.