________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૦
જે યુદ્ધ કબૂલ કર્યું, તે તે છાશવડે ભોજન જેવું છે, તેથી એના વડે સચ્યું! આથી બીજું આપણું શું કામ?
છ ખંડ ભરતક્ષેત્રના રાજાઓના યુદ્ધકર્મમાં આપણુંમાને શું કઈ પાછો પડે છે? કે જેથી આજે આપણે યુદ્ધ કર્મથી નિષેધ કરાઈએ છીએ.
જે સુભટે નાસી જાય, હારી જાય અથવા મરી જાય તે સ્વામીએ યુદ્ધ કરવું એગ્ય છે, અન્યથા નહિ, કારણ કે યુદ્ધની ગતિ વિચિત્ર હોય છે.
જે એક બાહુબલિ વિના બીજો કોઈ શત્રુ હેત તે સ્વામીના યુદ્ધમાં ક્યારેય આપણે શંકા ન કરીએ.
પ્રચંડ બાહુવાળા બાહુબલિ સાથે યુદ્ધમાં ઈંદ્રને પણ વિજયમાં સંશય થાય, તે બીજાની તે શી વાત કરવી ? મહાનદીના પૂરની જેમ દુસહ વેગવાળા તે બાહુબલિના યુદ્ધમાં પ્રથમ સ્વામીને રાખવા ગ્ય નથી.
પ્રથમ અશ્વને દમન કરનારા વડે દમન કરાયેલ ઘેડા ઉપર ચઢવાની જેમ પહેલાં આપણે યુદ્ધ કર્યા પછી સ્વામીને યુદ્ધ કરવું એગ્ય છે.
આ પ્રમાણે પરસ્પર બોલતા સૈનિકોને જોઈને ઇગિત આકાર વડે તેઓની મનોગત ભાવને જાણનાર ચક્રવતી તેઓને બેલાવીને આ પ્રમાણે કહે છે –
૪૨૬