________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૯૮
મ્યાનમાં નાંખે. કેતુની જેમ ઊર્વમુખવાળા ભાલાઓને કેશમાં મૂકે. મહાગજો જેમ ઊંચી કરેલી સૂઢેને નીચે કરે તેમ મુગરને નીચા કરો. કપાળમાંથી ભૂકુટિની જેમ ધનુષ્ય ઉપરથી દેરી ઉતારે. ધનને નિધાનમાં સ્થાપન કરે તેમ બાણને ભાથામાં સ્થાપન કરે. મેઘ જેમ વિજળીને સંહરી લે તેમ શલ્યને સંવરી લે. * વજના નિર્દોષની જેવી પ્રતિહારીની વાવડે બ્રાંત થયેલા બાહુબલિના સૈનિકે ચિત્તમાં આ પ્રમાણે વિચારે છે કે– અહા થનારા યુદ્ધથી વણિકની જેમ ભય પામેલા પામેલા, ભરતેશ્વરના સૈન્ય પાસેથી મેટેથી લાંચ લીધી હોય એવા, અમારા પૂર્વભવના બૈરીની માફક અકસ્માત આવેલા દેવોએ ખેદની વાત છે કે પ્રભુ પાસે પ્રાર્થના કરીને હમણાં યુદ્ધના ઉત્સવને અટકાવ્યું. ભોજનને માટે બેઠેલાની આગળથી ભાજનની જેમ, લાલન કરવા માટે આવેલાઓને પલંગ ઉપરથી પડી જવાની જેમ, અહે! કૃપમાંથી બહાર નીકળનારને ખેંચનારી દેરીની જેમ અમારે આવેલો આ રણને ઉત્સવ દેવ વડે હરણ કરાયે.
ભરત સરખે બીજે કયે પ્રતિપક્ષ થશે કે જેથી અમે સંગ્રામમાં સ્વામીના અણુરહિત થઈશું?
પિતાની સંપત્તિના ભાગ લેનારની માફક, ચારની જેવા, સુવાસિની (= લાંબા વખત સુધી પિતાના ઘરે રહેનારી)ના પુત્ર જેવા અમારા વડે બાહુબલિનું ધન ફેગટ ગ્રહણ કરાયું. ખરેખર! અમારું આ બાહુદંડનું