________________
૩૯૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
વડે જ યુદ્ધ કરે, અધમ યુદ્ધ વડે નહિ.” ઉગ્ર તેજસ્વી એવા તમારા અધમ યુદ્ધ વડે ખરેખર ઘણું લોકોને વિનાશ થવાથી અકાળે પ્રલય થાય. - તેથી દષ્ટિયુદ્ધ આદિ વડે જે યુદ્ધ કરવું તે સારું છે. ખરેખર તે યુદ્ધમાં માન સિદ્ધિ થાય અને લેકને વિનાશ ન થાય.
સારુ” એ પ્રમાણે બાહુબલિએ કહે છતે તે દેવે તે બંનેના યુદ્ધને જોવા માટે નગરલોકની જેમ નજીકમાં ઊભા રહ્યા.
હવે બાહુબલિની આજ્ઞા વડે હાથી ઉપર રહેલ તેજસ્વી પ્રતિહાર હાથીની જેમ ગર્જના કરતો પિતાના સૈનિકને આ પ્રમાણે કહે છેઃ – અરે સર્વ સામંતરાજાઓ! સુભટે ! લાંબા વખત સુધી વિચારતા તમને પુત્ર લાભની જેમ અભીષ્ટ સ્વામિકાર્ય ઉપસ્થિત થયું હતું, પરંતુ તમારા મંદપુણ્યવડે દેવતાઓએ આ મહાબાહુ દેવ બાહુબલિને ભારત સાથે દ્વંદ્વયુદ્ધ માટે પ્રાર્થના કરી છે, પોતે પણ વંદ્વયુદ્ધના અભિલાષી છે, તેમાં વળી દેવતાઓએ પ્રાર્થના કરી, તેથી ઇંદ્રતુલ્ય પરાક્રમી બાહુબલિ રાજા તમને યુદ્ધથી નિષેધ કરે છે, તેથી મધ્યસ્થ દેવોની જેમ તમારે પણ હસ્લિમલ્લ જેવા અદ્વિતીય મલ્લ એવા સ્વામીને યુદ્ધ કરતા જેવા જોઈએ. તેથી મહાતેજસ્વી એવા તમે રથ, ઘેડા, હાથીને પાછા વાળીને વક થયેલા ગ્રહની જેમ પાછા ખસે, કરંડિયામાં સર્પને નખે તેમ તલવારને