________________
૩૮૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક સ્નેહ વડે જાતે જ ઘડાઓને બખ્તર પહેરાવે છે. “સુભટો ખરેખર વાહનને વિષે અધિક રક્ષા કરે છે.”
કેટલાક અન્ધોને બખતર પહેરાવીને પરીક્ષા કરવા માટે તેના ઉપર ચઢીને ચલાવે છે, “ખરાબ શિક્ષાવાળો જડ અશ્વ અશ્વારોહીને વિષે શત્રુ જેવું આચરણ કરે છે.” બખતર ગ્રહણ કરતી વખતે હષારવ કરતા ઘડાઓને કેટલાક દેવની જેમ પૂજે છે, યુદ્ધમાં હષા (અશ્વને શબ્દ) ખરેખર જય સૂચવનાર છે.
કેટલાક બખતર વગરના અશ્વોને મેળવીને પિતાના બતખોનો ત્યાગ કરે છે. યુદ્ધમાં બાહુના પરાક્રમવાળાએનું આ પુરુષવત છે.
સમુદ્રમાં માસ્યની જેમ ભયંકર યુદ્ધમાં ખલનારહિત ફરતો તું પિતાનું કૌશલ્ય બતાવજે, એ પ્રમાણે કેટલાક સારથિને કહે છે.
મુસાફરે જેમ ભાતું ભરે, તેમ કેટલાક લાંબા સમય ચાલે એવા યુદ્ધને જોતાં પિતાના રથને ચારે - તરફથી શ વડે પૂરે છે.
કેટલાક ચારણની જેમ દૂરથી પોતાને જણાવવા માટે ઊંચા કરેલા પિતાના ચિહ્નવાળા દવજતંભેને મજબૂત કરે છે.
કેટલાક સારી રીતે જોડેલા દૂસરી વડે શોભતા રથને વિષે પરીન્યરૂપી સમુદ્રમાં જળકાંત મણિસરખા ઘેડાઓને જોડે છે.