________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭૯
વિડંબના કરનારા, કસ્તૂરી વડે કપાળના અલંકાર કરે છે.
બનનેય સૈન્યમાં શસ્ત્રોનું જાગરણ કરતા વીરપુરુષોને નિદ્રા ભય પામી હોય તેમ ન આવી. પ્રભાતમાં યુદ્ધની ઈચ્છાવાળા અને સૈન્યના વીરેને ત્રિયામા (રાત્રિ) સે પહોર જેવી કેમે ય કરીને પૂરી થઈ.
હવે સૂર્ય ઋષભપુત્રના યુદ્ધક્રીડાના કુતૂહલને જેવા માટે જાણે ઉદયગિરિના શિખર ઉપર ચઢે છે, તે વખતે. બને સૈન્યમાં મંદરગિરિ વડે ક્ષોભ પામતા સમુદ્રના જળની જેમ રણવાજિંત્રને માટે અવાજ થાય છે. તે વખતે વિસ્તાર પામતે તે રણવાજિંત્રના અવાજ વડે તે સમયે ઊંચા કર્ણ તાલવાળા દિગ્ગજો ત્રાસ પામે છે, જળ જતુઓ ભયબ્રાંત ચિત્તવાળા થાય છે, સમુદ્રો ખળભળે છે, ક્રૂર પ્રાણીઓ પણ ચારે બાજુ ગુફાઓમાં પ્રવેશ કરે છે, મહાસર્ષે પણ એક છિદ્રમાંથી બીજા છિદ્રમાં છુપાઈ જાય છે. પથ્થરના ટૂકડારૂપે થતા છે શિખરે જેના એવા પર્વતે કંપે છે, કુર્મરાજ પણ સંકેચ પામતા પગ અને કંઠ પૂર્વક ભય પામે છે, આકાશ જાણે તૂટે છે, પૃથ્વી. ખસી જતી હોય એવી થાય છે.
હવે રાજાના દ્વારપાળની જેમ રણવાજિંત્રના અવાજ વડે પ્રેરણું પામેલા અને સૈન્યને વિષે સૈનિકે યુદ્ધ માટે તૈયાર થાય છે.
કેટલાક યુદ્ધ ઉત્સાહથી દેહ પુલકિત થવાથી તૂટતી એવી બખતરની દેરીઓને વારંવાર નવી-નવી બનાવે છે,