________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૮૧
કેટલાક સારથિઓને મજબૂત કવચ આપે છે. અભ્યસહિત રથા પણ સારથિ વિના નકામા છે. કેટલાક પેાતાના બાહુની જેમ પ્રચંડ લાહવલયની શ્રેણીના સંપર્કથી કર્કશ એવા હાથીના દાંતાની પૂજા કરે છે. કેટલાક આવતી જયલક્ષ્મીના વાસગૃહ જેવી પતાકાની શ્રેણીથી શાલતી અમાડીને હાથી ઉપર આરોપણ કરે છે. કસ્તૂરીની જેમ હાથીના ગંડસ્થળમાંથી નીકળતા મત્તુ વડે, શુકન એ પ્રમાણે ખેલતા કેટલાક તિલક કરે છે.
"
કેટલાક અન્ય હાથીના મઢના ગધથી વાસિત પવનને પણ સહન નહીં કરતા મનની જેવા દુર હાથીઓ ઉપર ચઢે છે.
સર્વે હાથી ઉપર ચઢનારા સર્વ હાથીઓ પાસે યુદ્ધમહાત્સવના શૃંગાર કંચુક જેવા સુવણ મય કવચ ગ્રહણ કરાવે છે. તેમજ સૂંઢના અગ્રભાગને વિષે ઊંચા નાળવાળા નીલકમળની શેાભા જેવા લાહમય મુદ્ગરા ગ્રહણ કરાવે છે. તેમજ મહાવતા યમરાજાના ખેંચેલા દાંત જેવા કૃષ્ણે લાહમય તિક્ષ્ણ કાશક (એક જાતનું શસ્ત્ર) હાથીના દાંતમાં સ્થાપન કરે છે.
શસ્ત્રથી ભરેલા ખચ્ચરા અને ગાડાએ પાછળ જાએ, અન્યથા લઘુહસ્તવાળાઓને શસ્રો કેવી રીતે પૂરા પડશે ? નિરંતર યુદ્ધ કરવામાં તત્પર વીરાના આગળ ધારણ કરેલા અખતરા જો તૂટે તો ખખતર ભરેલા ટા જલદી આગળ ચાલેા, શસ્ત્રાગ્નિ પડવાથી પતની જેવા