________________
૩૭૬
શ્રી ઋષભનાથ ચરિત્ર પિતાના દેશની સીમાને વિષે જલદી જાય છે. યુદ્ધની ઉત્કંઠાવાળા સુભટો ખરેખર પવનથી પણ વધારે વેગવાળા થયા.
બાહુબલિ ભરતેશ્વરની છાવણીથી નજીક નહિ તેમ દૂર નહિ એવા ગંગાનદીના કિનારે પિતાની છાવણ સ્થાપે છે.
હવે પ્રાતઃકાળે પરસ્પર અતિથિ હોય એવા તે ભરત–બાહુબલિને ચારણે સંગ્રામના ઉત્સવ માટે આમંત્રણ કરે છે.
હવે બાહુબલિ રાત્રિએ સર્વ રાજાઓએ માન્ય કરેલ, પરાક્રમમાં સિંહ જેવા પિનાના પુત્ર સિંહરથને સેનાપતિ કરે છે. પટ્ટહસ્તિની જેમ તેના મસ્તક ઉપર દીપ્તિવાળો પ્રતાપ હોય એ સુવર્ણમય રણપટ્ટ બાહુબલિ પિતે સ્થાપન કરે છે.
તે રાજાને નમસ્કાર કરીને પ્રાપ્ત કરેલી યુદ્ધશિક્ષા વડે હર્ષ પામેલે પોતાના આવાસે જાય છે. બાહુબલિ રાજા યુદ્ધને માટે બીજા રાજાઓને પણ આદેશ કરીને વિસર્જન કરે છે, પોતાની જાતે યુદ્ધના અથી એવા તેઓને સ્વામીની આજ્ઞા એ ખરેખર સત્કાર જ છે.
ભરતચક્રવતી પણ આચાર્યની જેમ રાજકુમાર રાજા અને સામતરાજાઓની સંમતિ લઈ સુષેણ સેનાપતિને રણદીક્ષા આપે છે. સુષેણ સિદ્ધમંત્રની જેમ સ્વામીની આજ્ઞા ગ્રહણ કરીને ચક્રવાકની જેમ પ્રભાતને ઇચ્છતો