________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭૭
પિતાના ઘરે જાય છે. ભરતેશ્વર મુકુટબદ્ધ રાજકુમારોને
અને બીજા સામંતરાજાઓને બોલાવીને યુદ્ધ માટે શિખામણ આપે છે –
હે મહાતેજસ્વી સુભટો ! મારા નાનાભાઈ આહુબલિના યુદ્ધમાં તમારે અપ્રમત્ત થઈ મારી માફક સુષેણ સેનાપતિને અનુસરવું, અરે ! મહાવતે જેમ હાથીઓને વશ કરે તેમ તમે ભુજાના બળવાળા ઘણું રાજાઓને વશ કર્યા છે, મૈતાઢયગિરિ ઉપર આક્રમણ કરીને દેવો વડે અસુરની જેમ દુર્જય એવા ભિલેને પણ પરાક્રમ વડે ઘણું દબાવ્યા છે. ભલે તે બધા જીતાય, કારણકે તેઓમાં તક્ષશિલાના અધિપતિ બાહુબલિના એક સૈનિક સરખે પણ કોઈ ન હતું. એકલે બાહુબલિને મોટો પુત્ર સોમયશા, પવન જેમ રૂને ફેંકી દે તેમ સૈન્યોને દિશે દિશીએ ફેંકી દેવા સમર્થ છે. તેને વય -વડે નાને પણ પરાક્રમ વડે મોટો મહારથી સિંહરથ પુત્ર શત્રુના સૌન્યને માટે દાવાનળ જેવો છે. વળી બાહુબલિના બીજા પુત્ર-પૌત્રમાં એકેક અક્ષોહિણીમલલ, ચમરાજાને પણ ભય પમાડવા સમર્થ છે.
તેના સામંત આદિ સ્વામીભક્તિ વડે અને બળ વડે તુલના કરાય તો તેઓ પણ તેના પ્રતિબિંબરૂપે રહેલા હોય તેમ સમાન ભક્તિ અને બળવાળા છે.
અન્ય સૌન્યમાં જેમ મહાબળવાન એક અગ્રણી હોય તેમ તેના સૈન્યમાં સર્વે મહાઓજસ્વી સુભટો તેવા પ્રકારના છે.