________________
૩૭૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ધૂળના સમૂહ વડે વૃદ્ધિ પામતા વધ્યગિરિની જેમ ચારે તરફથી અંધકારને જાણે બતાવતા, સેનાના ચાર અંગ ઘેાડા-હાથી–રથ અને સુભટના હેષારવ−ગજા રવ–ચિત્કાર અને તાળીઓના અવાજ વડે દિશાઓને ગજવતા, ગ્રીષ્મ ઋતુના સૂર્યની જેમ માની નદીઓને સૂકવતા, પ્રચંડ વાયુની જેમ માના વૃક્ષેાને પાડી નાંખતા, સૈન્યની ધજાઓના વજ્ર વડે આકાશને ખલાકા (બગલા) મય જાણે કરતા, સૈન્ય વડે મન કરાયેલી ભૂમિને હાથીના મદજળ વડે શાંત કરતા, ચક્રના પ્રયાણને અનુસરતા રાજા, સૂ જેમ એક રાશિમાંથી ખીજા રાશિમાં જાય તેમ દિવસે દિવસે જતા બહલી દેશ પાસે પહોંચે છે.
ભરતરાજા તે દેશના પ્રવેશસ્થાને છાવણી સ્થાપન કરીને સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ મર્યાદા પૂર્ણાંક રહે છે.
સુનંદાપુત્ર બાહુબલિએ પણ રાજ્ય નીતિરૂપ ઘરના થાંભલા સરખા ગુપ્તચરા દ્વારા તે ભરતરાજાને ત્યાં આવેલેા જાણ્યા.
બાહુબલિનું પણ પ્રયાણ
હવે બાહુબલિ રાજા પ્રયાણ નિમિત્તે પ્રતિનાદ વર્ડ આકાશને મેરીરૂપ કરતા હાય તેમ ભેરીને વગડાવે છે.
પ્રસ્થાનમંગલ કરી માહુબલિ મૂર્તિમ ંત કલ્યાણની જેવા ઉત્સાહની જેવા ભદ્ર ગજે દ્ર ઉપર ચઢે છે. દેવા વડે જેમ દેવેન્દ્ર, તેમ રાજાએ, રાજકુમારે, મ ́ત્રીએ અને