________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭૩ બીજું સર્વ પૃથ્વીતળ વાહન રહિત થઈ ગયું હોય એમ હું માનું છું. સમુદ્રને જોનારને જેમ જળમય દેખાય તેમ તેના પાયદળ સૈન્યના સમૂહને જેનારને જગત મનુષ્યમય દેખાય છે.
દરેક માર્ગે જતા રાજાને દરેક ગામમાં ગામમાં અને દરેક નગરમાં લોકોના પ્રવાદ (જનશ્રુતિ) લાંબા કાળ સુધી આ પ્રકારે થાય છે-“આ રાજાએ એક ક્ષેત્રની જેમ સર્વ ભરતક્ષેત્ર સાધ્યું. આ રાજાઓ, મુનિ જેમ ચૌદપૂર્વને પ્રાપ્ત કરે તેમ ચૌદ રત્નને પ્રાપ્ત કર્યા, નિયુક્ત પુરુષની જેમ તેમને નવ નિધિ વશ થયા, આમ હોવા છતાં રાજાએ શા માટે અથવા કઈ બાજુ પ્રયાણ
જે આ સ્વેચ્છાથી પિતાના દેશોને જોવા માટે જતો હોય તો શત્રુને સાધવામાં કારણરૂપ આ ચક્ર આગળ કેમ ચાલે છે? નક્કી દિશાના અનુમાન વડે આ ભરત - બાહુબલિ તરફ જાય છે. અહો મોટા પુરુષના પણ કષાય અખંડ ફેલાવાવાળા હોય છે.
તે બાહુબલિ દેવો અને અસુરો વડે પણ દુર્જય સંભળાય છે. તેને જીતવાને ઇચ્છતો આ આંગળી વડે મેરુને ઉપાડવા ઈચ્છે છે, કદાચ આના વડે ના ભાઈ છતાય અથવા નાના ભાઈ વડે આ જીતાય એ પ્રમાણે મેટે અયશ છે. ભરત રાજાને બનેય પ્રકારે હાનિ થશે.”
આ પ્રમાણે પ્રવાદને સાંભળતે ભરતેશ્વર ઉછળતા