________________
૩૭૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે પછી ભરતેશ્વર મંત્રીના વચનને “તેમ થાઓ” એ પ્રમાણે સ્વીકારે છે “વિદ્વાને ખરેખર બીજાના યુકત વચનને માને છે.”
તે પછી શુભ દિવસે કર્યું છે પ્રયાણ મંગલ જેણે એ તે ભરતરાજા ઊંચા પર્વત જેવા હાથી ઉપર ચઢે છે.
અન્ય રાજાઓની એક સેના સરખા હાથી–ઘેડા અને રથ ઉપર ચઢેલા હજારો સિપાઈઓ વડે પ્રયાણ સમયનાં વાજિંત્રો વગડાવે છે.
- હવે પ્રયાણવાજિંત્રના અવાજ વડે સમાન તાલના અવાજે વડે સંગીતકારની જેમ સર્વ સૈન્ય મળે છે.
રાજા-મંત્રી–સામંત અને સેનાપતિથી પરિવરેલે અનેકરૂપ ધારણ કરતા હોય તેમ ભરતરાજા નગરીની બહાર નીકળે છે.
* * * *
- નાની
વાત
ભરતરાજાનું સંગ્રામ કરવા માટે પ્રયાણ
હવે ભરતરાજાનું એક હજાર યક્ષ વડે અધિષ્ઠિત ચકરત્ન સેનાપતિની જેમ આગળ ચાલે છે. શત્રુઓના ગુપ્તચરની જેમ રાજાના સૈન્યમાંથી ઉડેલા પ્રયાણને સૂચવનારા રજના સમૂહ જલદી દૂર ફેલાય છે. તે વખતે. ચાલતા લાખોની સંખ્યાવાળા હાથીઓ વડે હાથીને ઉત્પન થવાની ભૂમિઓ (વિધ્યાચલ આદિ) હાથી રહિત હોય એવી લાગે છે.
તેના ચાલતા ઘોડા, રથ, ખચ્ચર અને ઊંટ