________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭૧ ભાઈને મિષે શત્રુ એવો આ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આ અને સ્વામી બીજા મંત્રીઓને પણ પૂછો. - સુષેણ સેનાપતિનાં વચન સાંભળ્યા પછી ભરતરાજા વડે સન્મુખ જેવાપૂર્વક પૂછાયેલ બૃહસ્પતિએ સરખો મુખ્ય મંત્રી આ પ્રમાણે બેલે છે–સેનાપતિએ એગ્ય કહ્યું છે. બીજે કણ એ બેલી શકે? પરાક્રમના પ્રયાસથી ભીરુ હોય તે જ સ્વામીના તેજની ઉપેક્ષા કરે. પિતાના પ્રભાવની વૃદ્ધિ માટે કરાયેલા અધિકારીઓ પ્રાયઃ પિતાના લાભને માટે ઉત્તર રચે છે અથવા સંકટને વધાવે છે. - આ સેનાધિપતિ તે, પવન જેમ અગ્નિના તેજની વૃદ્ધિ માટે થાય તેમ ફક્ત દેવના તેજની વૃદ્ધિ માટે જ થાય છે.
હે સ્વામી! ચક્રરત્નની જેમ આ સેનાધિપતિ પણ છેડા પણ બાકી રહેલા શત્રુને જીત્યા વિના સંતેષ પામતે નથી. તેથી વિલંબ વડે સયું. તમારી આજ્ઞાથી આજે જ હાથમાં દાંડી રાખનારાઓ વડે શત્રુની જેમ પ્રયાણભંભા વગડા.
સુઘોષા ઘંટાના નાદ વડે જેમ દેવે મળે, તેમ ફેલાતા ભંભાના નાદ વડે વાહન અને પરિવાર સહિત રૌ ભેગા થાઓ. તેજની વૃદ્ધિ માટે સૂર્ય જેમ ઉત્તર દિશા સન્મુખ જાય તેમ તક્ષશિલા નગરી તરફ દેવ પ્રયાણ કરે. સ્વામી જાતે પણ જઈને પોતાના ભાઈનું સુબંધુપણું જુએ. સુવેગ દૂતના મુખને સંદેશે સત્ય છે કે અસત્ય તે જાણે