________________
૩eo
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્વામીને પિતાના રાજ્ય વડે શું અપૂર્ણ હતું કે જેમણે છ ખંડ ભરતક્ષેત્રને વિજય કર્યો. તે પ્રભાવને માટે જ જાણ.
એક ઠેકાણે પણ હણાયેલે પ્રભાવ તે ખરેખર સર્વ ઠેકાણે હણાયેલો જ છે, કારણકે એક વાર પણ ભ્રષ્ટશીલવાળી સતી તે સર્વદા અસતી થાય છે.
ગૃહસ્થને પણ ધનને વિષે જ સંવિભાગ એગ્ય છે, તે ગૃહસ્થ પણ બાંધે વડે ગ્રહણ કરાતા પિતાના પ્રભાવથી જરાપણ ઉપેક્ષા કરતા નથી.
જે કારણથી સકળ ભરતક્ષેત્રને વિજ્ય કરનાર પ્રભુને અહીં અવિજય તે સમુદ્રને પાર કરનારને ખાબેચિયામાં ડૂબી જવા જેવું છે.
આ કોઈ ઠેકાણે પણ સાંભળ્યું છે કે જોયું છે, જે પૃથ્વીમાં ચક્રવર્તીને પણ પ્રતિસ્પધી રાજા રાજ્ય ભગવે ?
હે દેવ! તે અવિનીતને વિષે ભ્રાતૃસંબંધથી ઉત્પન્ન થયેલ જે સ્નેહ તે આ સ્વામીને એક હાથે તાળી વગાડવા જેવું છે.
વેશ્યાજનની જેમ નેહરહિત બાહુબલિને વિષે પણ સ્વામી નેહાળું છે. એમ કહેતા અમને જે દેવ નિષેધ કરે તે ભલે નિષેધ કરે, પરંતુ “સર્વ શત્રુઓને જીતીને અંદર પ્રવેશ કરીશ એ પ્રમાણે નિશ્ચયથી બહાર રહેલા ચકને દેવ કેવી રીતે નિષેધ કરશે?