________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જે સિંહ બંધનને સહન કરે, જે અષ્ટાપદ વશ થાય, તે બાહુબલિ વશ થાય. તેથી મારે શું ઓછું છે?
તેથી અમે તેના વિનયને સહન કરશું. જોકે મને અશક્ત કહેશે, તે ભલે તે કહે. લેકમાં ઘણા ધન વડે સર્વ વસ્તુ મળે, પરંતુ વિશેષ કરીને તેવા પ્રકારને ભાઈ કઈ પણ ઠેકાણે ન મળે. | હે મંત્રીઓ ! આ શું યોગ્ય છે કે નહિ? તમે મૌન ધરીને ઉદાસીનની જેમ કેમ રહ્યા છે? જે યથાર્થ હેય તે કહે.
હવે સેનાપતિ સ્વામીની ક્ષમા વડે અને બાહુબલિના અવિનય વડે, પ્રહાર વડે જાણે દુઃખી થયે હોય તેમ કહે છે : હે દેવ ! ગષભસ્વામીના પુત્ર ઉત્તમ સ્વામી એવા ભરતેશ્વરને ક્ષમા ઉચિત છે, પરંતુ તે કરુણાપાત્ર લેકને વિષે એગ્ય છે. જે જેના ગામમાં વસે છે તેને આધીન થાય છે. તે બાહુબલિ દેશને પણ ભેગવવા છતાં વચનથી. પણ તમને વશ નથી.
પ્રાણોનું અપહરણ કરનાર પણ તેજને વધારનાર શત્રુ સારે, પણ પોતાના ભાઈના તેજને વધ કરનાર ભાઈ પણ શ્રેષ્ઠ નથી.
રાજાએ કોશ વડે, સૈન્ય વડે, મિત્ર વડે, પુત્ર વડે અને દેહ વડે પણ પોતાના પ્રભાવની રક્ષા કરે છે. તેઓને પ્રભાવ એ જ જીવિત છે.
૨૪