________________
૩૬૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
બીજા પતિને ન જાણે તેમ બીજા રાજાને જાણતા નથી. અને સહન કરતા નથી.
તેને જે કર આપનારા લકે અને દેશના લોકો છે, તેઓ પણ અનુરાગ વડે ચાકરની જેમ પ્રાણ વડે પણ તેનું પ્રિય કરવાને ઇચ્છે છે. સિંહની જેમ વનમાં કરનારા અને પર્વત ઉપર ફરનારા જે સુભટે છે તે પણ વશ થયેલા તેની માનસિદ્ધિ કરવાને ઈચ્છે છે.
હે સ્વામી ! વધારે કહેવાથી સયું. અથવા હમણું તે વીર યુદ્ધ કરવાની ઈચ્છાથી તમને જેવાને ઇચ્છે છે. પણ દર્શન કરવાની ઉત્કંઠાથી નહિ. હવે પછી જે સ્વામીને ગમે તે સ્વામી કરે. કારણકે તે એ મંત્રી નથી પરંતુ, સત્ય સંદેશ કહેનારા છે.
ભરતરાજા સૂત્રધારની જેમ એકી સાથે વિસ્મયકો ક્ષમા અને હર્ષને તે ક્ષણે બતાવીને આ પ્રમાણે કહે છે?
ભરતરાજાની મંત્રીઓ સાથે વિચારણા
હવે સુર-અસુર અને મનુષ્યોમાં એના સરખે બીજે કઈ નથી એ હકીકત મેં બાળકીડામાં પ્રગટપણે અનુભવી છે. ત્રણ જગતના સ્વામીના પુત્ર મારા નાના ભાઈ બાહુબલિને ત્રણેય લેક તૃણ સમાન છે. આ કેવળ વખાણ નથી પણ સત્ય હકીકત છે. આ નાના ભાઈ વડે હું સર્વથા વખાણવા લાયક છું, કારણકે બીજો હાથ નાખે. હોય તે એક મોટો હાથ ભતે નથી.