________________
૩૫૬
શ્રી ઋષભનાથ ચરિત્ર જેણે એવો, બીજા સમુદ્રની જે ગંભીર ઇવનિવાળે બાહુબલિ આ પ્રમાણે કહે છેઃ –હે દૂત! સારી રીતે વાચાળમાં અગ્રેસર તું જ એક છે કે જેથી મારી આગળ પણ આવા પ્રકારનું વચન બોલી શકે છે.
ખરેખર મારે મોટા ભાઈ પિતા તુલ્ય છે, તે પણ બાંધના સમાગમને ઈચ્છે તે પણ ચગ્ય જ છે.
સુર–અસુર અને રાજાઓની લક્ષ્મી વડે સમૃદ્ધ એવો તે અલ્પ વૈભવવાળા અમે આવવાથી લજજા પામે. એથી અમે ન આવ્યા.
સાઠ હજાર વર્ષો સુધી બીજાઓના રાજ્યને ગ્રહણ કરતા એવા તેને નાના ભાઈઓના રાજ્ય લેવામાં વ્યગ્રતા કારણ છે, જે તેનું કારણ સુબંધુપણું હોત તો તેણે પિતાના ભાઈની આગળ રાજ્ય અને સંગ્રામની. ઈચ્છાથી દરેકને દૂત શા માટે મોકલ્યા?
લેભી એવા પણ મોટા ભાઈની સાથે ક ભાઈ લડે, એ પ્રમાણે બુદ્ધિથી વિચારીને મહાસત્ત્વશાળી તે તે નાના ભાઈએ પિતા પાસે ગયા. અને તેઓના રાજ્ય ગ્રહણ કરવા વડે પણ છળ જેનારા તારા સ્વામીની બકચેષ્ટા નકકી પ્રગટ થઈ.
આશ્ચર્ય છે કે અમારા ઉપર પણ તેવા પ્રકારના સ્નેહને બતાવતા તે ભરત વાણીપ્રપંચમાં વિચક્ષણ અને વિશિષ્ટ એવા તને મેકલ્યો.
દીક્ષા ગ્રહણ કરીને ભાઈઓએ રાજ્ય આપી તે.