________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૫૭
ભરતને જે આનંદ પમાડ્યો, તે ત્યાં આવેલે હું રાજ્યમાં આસક્ત એવા તેને શું આનંદ પમાડીશ?
હું વા કરતાં પણ કર્કશ છું. જે કારણથી અલ્પ વિભાવવાળો હોવા છતાં પણ ભાઈને તિરસ્કાર કરવામાં કાયર તેની સમૃદ્ધિને ગ્રહણ કરતું નથી, વળી તે ભરત પુષ્પથી પણ કોમળ છે, જે માયાવીએ અવર્ણવાદથી ભીરુ એવા નાના ભાઈઓનાં રાજ્ય પિોતે લઈ લીધા !
ભાઈઓના રાજ્યને ગ્રહણ કરતા તે ભારતની જે અમે ઉપેક્ષા કરી, તેથી નિર્ભયથી પણ નિર્ભય અમે કેવી રીતે? જે ગુરુ (વડીલ) ગુરુના ગુણથી યુક્ત હોય તે તે ગુરુને વિષે વિનય પ્રશંસાને યોગ્ય થાય, ગુરુના ગુણથી હીન એવા ગુરુને વિષે વિનય પણ લજજાનું કારણ જ છે.
ગવિત, કાર્ય–અકાયને ન જાણનાર, ઉન્માર્ગને પામેલ એવા ગુરુને પણ પરિત્યાગ કરાય છે.
અમે શું તે ભારતના તુરંગ (ઘેડ) આદિ લૂંટી લીધા છે? એના નગર આદિ ભાંગી નાંખ્યા છે કે જેથી સર્વને સહન કરનાર ભરતરાજા અમારો અવિનય સહે ! | દુર્જનના પ્રતિકાર માટે અમે ત્યાં પ્રયત્ન ન કરીએ. વિચારીને કાર્ય કરનાર સજજને શું લુચ્ચાઓના વચનથી દૂષિત થાય?”
આટલા વખત સુધી અમે ન આવ્યા, કારણ કે તે નિઃસ્પૃહ કઈ ઠેકાણે ગ છે કે જેથી આજે ભરતચકી પાસે અમે આવીએ ?