________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મિત્રની જેમ આચરણ કરે છે, તે ભરતરાજા તરફ ફક્ત આવવા માત્રથી તમે કેમ અનુકૂળ વતતા નથી? જો તમે પિતાને વીર માનીને તે રાજાની અવગણના કરતા હે તે, તે ભરતરાજાને વિષે સૈન્ય સહિત પણ તમે સમુદ્રમાં સાથવાની મુઠ્ઠી જેવા છે.
તેમને જંગમ પર્વત જેવા, ઇંદ્રના હાથી સરખા રાશી લાખ હાથી સન્મુખ આવતા તેના વડે સહન કરી શકાય? કલ્પાંત કાળના સમુદ્રના કલેલની જેમ ચારે તરફથી પૃથ્વીને ભીંજવી દેતા, તેના તેટલા (૮૪ લાખ) અશ્વ અને રથને કોણ અટકાવી શકે ?
છ— ક્રોડ ગામના સ્વામી એવા તેમના છનું કોડ સૈનિકે સિંહની જેમ કોને ત્રાસ માટે ન થાય ?
તેનો એક સુષેણ સેનાપતિ, હાથમાં દંડવાળા યમરાજની જેમ સન્મુખ આવતે દેવ અને અસુરે વડે પણ શું સહન કરવા માટે શક્ય છે?
અમોઘ ચંદ્રને ધારણ કરતા ચક્રવતી ભરતને, સૂર્યને અંધકારના સમૂહની જેમ ત્રણેય લેક પણ કઈ ગણતરીમાં નથી.
તેથી હે બાહુબલિ! તેજ વડે અને વય વડે જ્યેષ્ઠ અને સર્વથા શ્રેષ્ઠ એવા તે રાજાની તમારે સેવા કરવી જોઈએ.
હવે બાહુના બળથી દૂર કરેલ છે જગતનું બળ