________________
૩૪૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
શ્રેષ્ઠ સૈન્યના પરિવારવાળે તે અતિવેગવાળા રથવડે અયોધ્યાનગરીની બહાર નીકળે છે. તે માર્ગમાં તે છતે કાર્યના આરંભમાં દૈવ પ્રતિકૂળ જતું હોય તેમ તેનું ડાબું નેત્ર વારંવાર ફરકે છે. અગ્નિમંડળના મધ્યમાં સુવર્ણકારની જેમ તેની જમણી નાડી રેગના અભાવમાં પણ વારંવાર ચાલે છે, ખલના પામતી વાણીવાળાને જીભ અસંયુક્ત અક્ષરોમાં પણ ખલના પામે તેમ સમમાર્ગમાં પણ તેને રથ વારંવાર ખલના પામે છે. ઘેડે સ્વાએ નિવારવા છતાં પણ વારંવાર પ્રેરણા કરાતે હોય તેમ હરણ તેની આગળ જમણું બાજુથી ડાબી. બાજુ જાય છે, તેની આગળ જમણી બાજુથી ડાબી બાજુ જાય છે, તેની આગળ શુષ્ક કંટકવૃક્ષ ઉપર બેઠેલે કાગડે પથ્થર ઉપર શસ્ત્ર ઘસે તેમ ચાંચને ઘસતે કટુક અવાજ કરે છે, તેના વાહનને રોકવાની ઇચ્છાથી દેવવડે વચ્ચે ફેકેલ દેરડાની જેમ તેની આગળ લાંબે કૃષ્ણ સર્પ ઉતરે છે. વિચારમાં એક વિદ્વાન એવા તેને પાછો ફેરવતે હોય તેમ ચક્ષુમાં ધૂળને ફેંક્ત વાયુ પ્રતિકૂળ વાય છે. ફૂટી ગયેલ ઢોલની જેમ વિરસ સ્વરવાળો ગધેડે તેની જમણી બાજુએ થઈને ચીસ પાડે છે.
સુવેગ આ અપશકુનોને જાણવા છતાં પણ આગળ જાય છે. ખરેખર સ્વામીના ઉત્તમ ચાકર બાણની જેમ. કોઈ ઠેકાણે ખલના પામતા નથી.
ચક્રવાત (=વંટેળિયાની જેમ તે તે નગરવાસીઓ