________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૪૫
તરફ ગર્વિષ્ઠજનેના અભિમાનનો નાશ કરે એ રાજધર્મ છે, આ તરફ ભાઈને વિષે ઉત્તમ બંધુપણું કરવું જોઈએ, અરે રે! હું સંકટમાં પડ્યો છું.
મંત્રી પણ આ પ્રમાણે કહે છે – હે મહારાજ ! દેવનું જે સંકટ છે તે આપની મોટાઈથી તે જ નાને ભાઈ દૂર કરશે. જેથી મોટાએ આજ્ઞા આપવી, અને નાનાએ તે કરવી” એ આચાર સાધારણ ગૃહસ્થામાં પણ રૂઢ છે. દેવ પણ લેકરૂઢ માર્ગ વડે સંદેશ લઈ જનાર દૂતને મોકલીને નાના ભાઈને આજ્ઞા કરે. હે દેવ ! પિતાને વીર માનનાર તમારે નાનો ભાઈ સિંહ જેમ પલાણને સહન ન કરે તેમ સર્વ જગતને માનનીય તમારી આજ્ઞાને જે સહન ન કરે, તે ઇંદ્રની જેમ પ્રચંડ શાસનવાળા તમે તે નાના ભાઈને શિક્ષા કરજે. આ પ્રમાણે કાચારનું ઉલંઘન નહિ કરવાથી લેકમાં તમારો પણ અપવાદ થશે નહીં.
ભરતરાજા તેનું વચન “તેમ હો’ એ પ્રમાણે સ્વીકારે છે, કારણ કે શાસ્ત્ર અને લેકવ્યવહારને અનુસરતી વાણી ઉપાદેય હોય છે.
ભરતનું બાહુબલિ તરફ દૂતનું મેકલવું
તે પછી તે નીતિકુશળ વાચાળ દઢ એવા સુવેગ નામના દૂતને સમજાવીને બાહુબલિ તરફ મલે છે.
' તે સુવેગ સારી રીતે સ્વામીની શિખામણ લઈને રથમાં ચઢીને તક્ષશિલા તરફ ચાલે છે.