________________
૩૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
વર્ષ પર્યત શુલ્ક (= જકાત)-કર–દંડ અને કુદંડ રહિત. ભટના પ્રવેશ વગરની નિત્ય પ્રમેદવાળી કરે.
તે પછી તે વખતે જ તે અધિકારી પુરુષે તે પ્રમાણે કરે છે. “કારણ કે કાર્યની સિદ્ધિમાં ચક્રવતીની આજ્ઞા. એ પંદરમું રન છે.”
હવે રાજા રત્નસિંહાસન ઉપરથી ઊભા થાય છે.. તેમની પાછળ તેમના પ્રતિબિંબની જેવા બીજા રાજા વગેરે સાથે જ ઊભા થાય છે.
ભરતેશ્વર પિતાના આગમનના માર્ગ વડે પર્વતની જેવા સ્નાનપીઠ ઉપરથી ઉતરે છે. તેવી રીતે બીજા રાજાઓ પણ ઉતરે છે.
તે પછી ઘણું જ ઉત્સાહવાળે રાજા પોતાના પ્રતાપની જેમ અસાધ્ય એવા શ્રેષ્ઠ હાથી ઉપર બેસીને પિતાના પ્રાસાદમાં જાય છે. ત્યાં સ્નાનગૃહમાં જઈને નિર્મળ જળ વડે સ્નાન કરીને રાજા અટ્રમભક્તને અંતે. પારણું કરે છે.
આ પ્રમાણે બાર વર્ષને અભિષેક મહત્સવ સમાપ્ત થયે સ્નાન કરી, પૂજા કમ કરી, પ્રાયશ્ચિત્તકૌતુક મંગલ કરી ભરતરાજે બાહ્યસભામાં આવીને તે સેળ હજાર આત્મરક્ષક દેવેનો સત્કાર કરીને વિસર્જન કરે છે, તે પછી શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર ચઢેલે પાંચેય ઇંદ્રિયના વિષયસુખને ભગવતે રાજા વિમાનમાં રહેલા ઇંદ્રની જેમ રહે છે.