________________
· શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૨૫
છે. પછી તેઓ ઉજજવળ રૂંવાટીવાળા સુકામળ ગંધકષાયી વસ્ત્ર વડે માણિકય જેવા તેમના અંગને લૂછે છે.
પછી તેઓ કાંતિને પાષણ કરનારા, ગેરૂ વડે સુવણ ની જેમ ગાશીષ ચંદન વડે રાજાના અંગને વિલેપન કરે છે. તે પછી ઋષભસ્વામીને ઇંદ્રે આપેલા મુકુટ, મસ્તક ઉપર અભિષેક કરાયેલા રાજાઓમાં અગ્રેસર એવા ભરતરાજાના મસ્તકને વિષે તેઆ સ્થાપન કરે છે. મુખરૂપી ચંદ્રની પાસે રહેલા ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર જેવા રત્નકુંડળ રાજાના કાનમાં પહેરાવે છે, તેમના કંઠમાં પવિત્ર મેાતીથી ગૂંથેલા હારને સ્થાપે છે. રાજાના વક્ષસ્થળને વિષે અલંકારામાં રાજા સમાન હારના યુવરાજ જેવા અદ્ભુહારને તે સ્થાપન કરે છે. અંદર અખરખના પડવાળા હાય એવા નિળ કાંતિ વડે શાભતા દેવદૃષ્ય વસ્ત્રો તે રાજાને પહેરાવે છે. રાજાના ક’ઠભાગમાં લક્ષ્મીદેવીના ઉરસ્થળરૂપી મંદિરના કિરણમય વપ્ર જેવી મેાટી પુષ્પમાળા તે પહેરાવે છે.
આ પ્રમાણે કલ્પવૃક્ષની જેમ અમૂલ્ય વસ્ત્ર–મણિમાણિક્યના આભરણથી સુશોભિત રાજા સ્વર્ગખંડની જેમ તે મંડપને વિભૂષિત કરે છે.
તે પછી સ`પુરુષોમાં પ્રધાન બુદ્ધિશાળી ભરતરાજા વેત્રિપુરુષો દ્વારા અધિકારી પુરુષને ખેલાવીને આ પ્રમાણે આદેશ કરે છે કે, અરે! તમે હાથીની સ્કંધ ઉપર ચઢીને ચારે તરફ દરેક માગે ફરીને આ વિનીતાનગરીને માર