________________
૩૨૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
પૃથ્વી પતિ ભરતરાજા, નાભિનંદન (ઝષભદેવ પ્રભુ) જેમ પૂર્વ દ્વારે સમવસરણમાં પ્રવેશ કરે તેમ, ચાર દ્વારવાળી વિનીતાનગરીમાં પૂર્વ દ્વાર વડે પ્રવેશ કરે છે. તે સમયે લગ્નમાં કરાતા વાજિંત્રના નાદની જેમ એકી સાથે દરેક મંચમાં સંગીત થાય છે, આગળ રાજા જતે છતે, રાજમાર્ગની દુકાને રહેલ નગરની સ્ત્રીએ દષ્ટિની જેમ લાજ(શેકેલ ચેખા)ને નાંખે છે. નગરજને વડે ફેંકાયેલી પુષ્પમાળાઓ વડે ચારે તરફથી ઢંકાયેલે ભરતરાજાનો હાથી પુષ્પના રથમય થશે. વળી તે રાજા ઉત્કંઠિત લકોની અમંદ ઉત્કંઠા વડે રાજમાર્ગમાં ધીમે ધીમે જાય છે, નગરજને પણ ગજેદ્રના ભયને નહીં ગણાતા, ભરતરાજાની પાસે આવીને રાજાને ફળ વગેરે આપે છે. ખરેખર હર્ષ એ બળવાન છે.”
રાજા હાથીના કુંભસ્થળના મધ્યમાં અંકુશ વડે તાડન કરતે દરેક મંચની વચ્ચે હાથીને સ્થિર કરે છે. તે વખતે બંને પડખે મંચની આગળ ઊભેલી નગરની શ્રેષ્ઠ સ્ત્રીઓ એકી સાથે કપૂર વડે આરતી કરે છે. તે વખતે રાજા બને પડખે ભ્રમણ કરતી દેદીપ્યમાન આરતીવાળે અને પડખે રહેલા સૂર્ય—ચંદ્રવાળા મેરુ પર્વતની શેભાને ધારણ કરે છે.
અક્ષતપાત્રની જેમ મેતીએ વડે ભરેલાં પૂર્ણ પાત્રો ઉપાડીને દુકાન આગળ ઊભેલા વ્યાખરીઓને જાણે તે દષ્ટિ વડે આલિંગન કરે છે. પાર્ગની નજીકના પ્રાસાદને