________________
શ્રી કષભનાથ ચરિત્ર
મુકુટ જેણે એવા રાજસમુદાય વડે પરિવાર, ગાંધર્વો વડે ચંદ્રની જેમ, હર્ષના સમૂહથી ભરેલા શૈતાલિકનાં વંદે વડે કીર્તન કરાતા છે અદ્ભુત ગુણ જેના એ, મંગલ વાજિંત્રોના અવાજના પ્રતિશબ્દના બહાને આકાશ અને પૃથ્વી વડે અત્યંત કરાવે છે મંગલધ્વનિ જેને, તેજ વડે ઇંદ્ર સરખે, પરાક્રમના ભંડારની જેમ રાજા યત્ન વડે હાથીને કાંઈક પ્રેરણ કરતે ચલાવે છે.
તે વખતે ગગનતળથી ઉતર્યા હોય એવા, પૃથ્વીની મધ્યમાંથી નીકળ્યા હોય એવા, દીર્ઘ સમયે આવેલા રાજાને જોવા માટે અનેક ગામમાંથી લોકસમુદાય આવે છે. રાજાને તે બધી સેના અને ત્યાં રાજાને જોવા માટે આવેલ ભેગે થયેલે સર્વ લોક તે વખતે એક ઠેકાણે સમગ્ર મનુષ્ય લોક એકઠો થયે હોય તેમ લાગે છે.
તે વખતે સોના અને આવેલા લોકોના નિરંતર અવસ્થાન વડે મૂકેલ તલને કણ પણ પૃથ્વીતળ ઉપર પડતું નથી.
વૈતાલિકની માફક હર્ષ વડે તાળી પાડતા કેટલાક લોકે વડે સ્તુતિ કરાતો, ચંચળ ચામરની જેમ વસ્ત્રના છેડા વડે કેટલાક વડે વીંજાતે, કેટલાક વડે સૂર્યની જેમ કપાળે બે હાથ જોડી વંદન કરાતે, માળીની જેમ કેટલાક વડે અપાતા છે ફળ-ફૂલ જેને એ, કેટલાક વડે પોતાના કુળદેવતાની જેમ પ્રણામ કરાતે, ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓની જેમ કેટલાક વડે અપાતી છે આશીષ જેને એવો, તે