________________
૨૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
અજ્ઞાન તે શ્રુતજ્ઞાનપણાને અને વિભગ જ્ઞાન તે અવિષેજ્ઞાનપણાને પામે છે
સવ' સાવઘયેાગેાના ત્યાગ તે ચારિત્ર કહેવાય છે, તે અહિંસા આદિ વ્રતના ભેદે પાંચ પ્રકારે છે. તે અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તે પાંચ પાંચ ભાવનાઓથી યુક્ત પરમપદપ્રાપ્તિનું કારણ થાય છે.
પ્રમાદને ત્યાગ કરી ત્રસ અને સ્થાવર જીવાના પ્રાણાની હિંસા ન કરવી તે અહિંસાવ્રત છે. ૧
પ્રિય, હિતકર, અને તથ્ય (= વાસ્તવિક) વચન તે સત્ય વ્રત છે, જે અપ્રિય અને અહિતકર હાય તે સત્ય હાવા છતાં તે સત્ય નથી. ૨
કોઈ એ ન આપેલી વસ્તુને ન લેવી તે અચૌ વ્રત (અદત્તાદાનવિરમણ) કહ્યું છે, અં એ મનુષ્યેાના બાહ્ય પ્રાણા છે તે અર્થ (= ધન )ને હરણ કરવાથી તે પ્રાણા પણ હરણ કરાયેલા જ છે. ૩
કૃત-કારિત અને અનુમતથી દિવ્ય અને ઔદારિક કામેાને મન-વચન-કાયા વડે જે ત્યાગ તે બ્રહ્મચર્ય વ્રત અઢાર પ્રકારે કહ્યુ છે. ૪
સવ ભાવાને વિષે મૂર્છાના ત્યાગ તે અપરિગ્રહ થાય. પદાર્થ ન હોવા છતાં મૂર્છાથી-આસક્તિથી ચિત્ત સલિષ્ટ થાય. ૫
सव्वपणा मुर्णिदाण- मेयं चारित्तमीरियं । मुणिधम्माणुरत्ताणं, गिहीणं देसओ सिया ||