________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
1.
૨૪૫
સમ્યગ્દર્શનનાં લક્ષણે શમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણો વડે તે સમ્યક્ત્વ સારી રીતે જાણું શકાય છે.
ત્યાં અનંતાનુબંધી કષાયેના અનુદયથી તે શમ થાય છે, અથવા કષાના વિપાક જેવાથી સ્વભાવથી શમ થાય છે?
કર્મના વિપાક અને સંસારનું અસારપણું વિચારતાં ઇદ્રિના વિષથી જે વૈરાગ્ય થાય તે સંવેગ જાણો. ૨
સંસારવાસ એ કારાગાર (= કેદખાનું) જ છે, બાંધો બંધન છે એ પ્રમાણે સંવેગપૂર્વક જે આત્મચિંતા તે નિવેદ કહેવાય છે. ૩
ભવસમુદ્રમાં ડૂબતાં એકે દ્રિય વગેરે સર્વ પ્રાણીએનાં દુખને જોતાં જે હૃદયમાં આપણું થાય, અને તેઓનાં દુઃખ વડે દુઃખી થવું, અને તેઓનાં દુઃખ દૂર કરવા માટે યથાશક્તિ પ્રવર્તન કરવું તે અનુકંપા કહેવાય છે. ૪
અન્ય દર્શનના મતના તને સાંભળતાં છતાં પણ અરિહંત પરમાત્માએ કહેલાં તત્ત્વોને વિષે આકાંક્ષારહિતપણે જે સ્વીકાર કરવો તે આસ્તિક્ય કહ્યું છે. ૫
પ્રાણીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી ક્ષણમાત્રમાં પહેલાં જે મતિ અજ્ઞાન હતું તે મતિજ્ઞાનપણને, શ્રત