________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જે માટે સમ્યકત્વ સ્તવમાં કહ્યું છે કે – तिविहं कारग-रोअग-दीवग-भेएहिं तुहमय विऊहिं । खाओवसमो-वसमिय-खाइयभेएहि वा कहियं ॥१६।। जं जह भणियं तुमए, तं तह करणमि कारगो होइ। रोअगसम्मत्तं पुण, इमित्तकरं तु तुह धम्मे ॥१७॥ सयमिह मिच्छदिट्ठो, धम्मकहाईहिं दीवइ परस्स । दीवगसम्मत्तमिण, भणंति तुह समयमइणो ॥१८॥ विहियाणुष्वाणं पुण, कारगमिह रोयणं तु सद्दहण । मिच्छदिट्ठी दीवइ, ज तत्ते दीवगं तं तु ॥१९॥
તમારા સિદ્ધાંતના જાણનારાઓએ તે સમ્યકૃત્વ કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે અથવા ક્ષાપશમિક, ઔપશમિક અને ક્ષાયિક ભેદ વડે ત્રણ પ્રકારે કહ્યું છે.૧૬
તમે જે રીતે કહ્યું છે તે રીતે કરતે છતે કારક થાય છે, અને તમારા ધર્મમાં રુચિમાત્ર કરવાથી રોચક સમ્યક્ત થાય છે. ૧૭
પોતે મિથ્યાદષ્ટિ હોય પણ ધર્મકથા વગેરેથી બીજાને સમ્યક્ત્વ પ્રદીપ્ત કરે તેને તમારા સિદ્ધાંતને જાણનારા દીપક સમ્યકૃત્વ કહે છે. ૧૮
વિવિધ અનુષ્ઠાન કરાવે તે કારક, શ્રદ્ધા કરાવે તે રોચક, મિથ્યાદષ્ટિ હોવા છતાં બીજાને સમ્યકૃત્વ પમાડે. તે દીપક સમ્યક્ત્વ છે. ૧૯