________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૪
मिच्छत्त जमुइण्ण, तं खीण अणुइयं च उवसंतं । मीसोभावपरिणयं, वेइज्जंतं खओवसमं ॥१३॥
[વિ. શા. ૨૩૨] જે મિથ્યાત્વ ઉદયમાં આવે તેને ક્ષય કરે અને અનુદિતને ઉપશાંત કરે. એ રીતે મિશ્ર ભાવથી પરિણત થયેલું જે વેદાય તે ક્ષપશમ છે. ૧૩ वेयगसम्मत्तं पुण, सव्वाईयचरमषुग्गलावत्थ । खीणे दसणमोहे, तिविहंमि वि खाइयं हाइ ॥१४॥
[વિ. કા. શરૂ૩] સર્વ ઉદય પામેલા (સમ્યકત્વ મેહનીયના) ચરમ પુગલની અવસ્થાવાળું વેદક સમ્યકત્વ છે, અને ત્રણેય દર્શન મોહિનીયને ક્ષય થવાથી ક્ષાયિક સમ્યકૃત્વ થાય છે. सम्मइंसणं हयं, गुणओ तिविहं भवे । रोयगं दीवगं चेव, कारगं च तिं नामओ ॥१५॥
આ સમ્યગ્દર્શન ગુણથી ત્રણ પ્રકારે–રોચક, દીપક અને કારક નામે હોય છે ૧૫
તથા સિદ્ધાંતમાં કહેલાં તને વિષે હેતુ અને દષ્ટાંત વિના જે દઢ વિશ્વાસ તે રોચક સમ્યકૃત્વ કહેલું છે, જે બીજાને પણ ધર્મકથા વડે સમ્યકત્વ પ્રદીપ્ત કરે છે તે દી૫ક સમ્યકત્વ છે અને જે સંયમ–તપ વગેરે અનુષ્ઠાન કરાવે છે તે કારક સમ્યક્ત્વ છે.