SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રી ઋષભનાથ ચરિત્ર છ આવલિકા પ્રમાણ અને જઘન્યથી એક સમય પ્રમાણ જે સમ્યકૃત્વને પરિણામ હોય તે સાસ્વાદન સમ્યકત્વ કહ્યું છે. ૨ उवसमसम्मत्ताओ, चयओ मिच्छ अपावमाणस्स । सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥१२॥ [વિ. શા, પરૂ] ઉપશમ સમ્યકત્વથી પડતાં, મિથ્યાત્વે નહિ પહોંચેલા જીવને તેની વચ્ચે છ આવલિકાકાળ પ્રમાણે સાસ્વાદન સમ્યકત્વ હોય છે. ૧૨ મિથ્યાત્વ મેહનીયના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ, સમ્યકૃત્વમેહનીયના પુદ્ગલના ઉદયના પરિણામવાળા જીવને ત્રીજું ક્ષાપથમિક સમ્યકત્વ હોય છે. ક્ષપકશ્રેણિએ ચઢેલા, અનંતાનુબંધિ કષાય-મિથ્યાત્વ મોહનીય-મિશ્રમોહનીયને સર્વથા ક્ષય થયે ક્ષાયિક સમ્યકત્વની સન્મુખ થયેલા સમ્યકત્વમેહનીયના પુગલના છેલ્લા અંશના ઉદયવાળા ભવ્યજીવને ચોથું વેદક સમ્યકૃત્વ હોય છે. ૪ જેણે દર્શન સપ્તકને ક્ષય કર્યો છે એવા શુભભાવવાળા આત્માને શાયિક સમ્યકત્વ નામે પાંચમું સમ્યકત્વ હોય છે. પ–કહ્યું છે કે –
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy