________________
૨૩૬
શ્રી ઋષભનાથ ત્રિ
અને વિસ્તારથી યથાસ્થિત જે અવમેધ તે સમ્યજ્ઞાન કહેવાય છે. અવાંતરભેદથી મતિ, શ્રુત, અવિધ, મનઃપવ અને કેવળજ્ઞાન વડે તે જ્ઞાન પાંચ પ્રકારે કહ્યુ છે.
અવગ્રહ આદિ ભેદો વડે અને બહુ આદિ ખીજા ભેદો વડે ભિન્ન, ઇંદ્રિય અને અનિંદ્રિય ( = મન )ના વિષયવાળું મતિજ્ઞાન કહ્યું છે. ૧
પૂર્વ શ્રુત, અગાપાંગ, અને પ્રકીક વડે ઘણા પ્રકારે વિસ્તારવાળું, સ્યાત્ શબ્દથી લાંછિત શ્રુતજ્ઞાન અનેક પ્રકારે જાણવુ. ૨
દેવ અને નારીને ભવપ્રત્યયિક અને માકીના મનુષ્યતિય ચાને ક્ષચેાપશમના લક્ષણવાળું છ પ્રકારે અવધિજ્ઞાન હાય. ૩
ઋજુમતિ અને વિપુલમતિના ભેદથી મનઃપવજ્ઞાન એ પ્રકારે છે. તેમાં વિશુદ્ધિ અને અપ્રતિપાતિપણા વડે વિપુલમતિ મનઃપવજ્ઞાનના વિશેષ જાણવા. ૪
સમસ્ત દ્રવ્ય અને પર્યાયના વિષયવાળું વિશ્વને જોનારુ, અન’ત, એક ઇંદ્રિયાતીત કેવલજ્ઞાન કહેવાય છે. પ
આગમમાં કહેલ તત્ત્વોને વિષે રુચિ તે સમ્યગ્દર્શન જાણવું. તે નિસર્ગથી અથવા ગુરુના અધિગમથી ઉત્પન્ન થાય છે.