________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
1.
૨૩૫
ક્યાંથી સુખ હેય? પરસ્પર મત્સર (= ઈર્ષા), અમર્ષ (= અસહિષતા), કલહ અને ચ્યવનથી ઉત્પન્ન થતાં દુઃખ વડે દેવને પણ ક્યારેય સુખને લેશ નથી. તે પણ પિતાની સન્મુખ આવતા પાણીની જેમ અજ્ઞાનથી પ્રાણુઓ વારંવાર સંસાર સન્મુખ ચાલે છે. તેથી હે સચેતન ભવ્ય ! પિતાને આ જન્મ વડે દૂધ વડે સર્પની જેમ ન પશે. તે હે વિવેકવંત લેકે ! સંસારના નિવાસથી ઉત્પન્ન થતા અનેક પ્રકારના દુઃખને વિચાર કરીને સર્વ પ્રયત્નથી મોક્ષ માટે પ્રયત્ન કરો. નરકના દુઃખ સરખું ગર્ભાવાસથી ઉત્પન્ન થયેલ દુઃખ જેમ સંસારમાં છે, તેમ જીવોને મોક્ષમાં તેવા પ્રકારનું દુઃખ નથી. ઘડીમાંથી ખેંચાતા નારકની પીડા સરખી પ્રસવથી ઉત્પન્ન થતી વેદના પણ કયારેય મેક્ષમાં નથી. અંદર અને બહાર નાંખેલા શલ્ય સરખી પીડાના કારણભૂત આધિઓ અને વ્યાધિઓ પણ ત્યાં નથી. યમરાજાની અગ્રદૂતી, સર્વ તેજને હરણ કરનારી પરાધીનતાને ઉત્પન્ન કરનારી જરા પણ ત્યાં સર્વથા નથી. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવેની જેમ ભવ-ભ્રમણના કારણભૂત મરણ પણ ત્યાં થતું નથી. પરંતુ ત્યાં મહાઆનંદરૂપ સુખ છે, અદ્વિતીય અવ્યય રૂપ છે, શાશ્વત કેવલજ્ઞાન રૂપી પ્રકાશ વડે સૂર્યસમાન. જ્ઞાન છે. નિર્મળ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નનું નિરંતર પાલન કરીને ભવ્યજી તે મોક્ષને. પામે છે.
ત્યાં જીવ–અજીવ આદિ નવ તને સંક્ષેપથી.