________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કષ સ્વામીને ક્વલ જ્ઞાનની ઉત્પત્તિ ભગવંત પણ પવનની જેમ અપ્રતિબદ્ધ, ખલના. રહિત વિવિધ પ્રકારનાં તપમાં રક્ત, વિવિધ અભિગ્રહમાં ઉઘત, મૌનવ્રતધારી, યવન–અબ-ઈલ આદિ સ્વેચ્છ દેશમાં અનાર્ય પ્રાણીઓનું દર્શન વડે પણ કમાણ કરતા, ઉપસર્ગો વડે નહિ સ્પર્શ કરાતા, પરિવહાને સહન કરતા, એક હજાર વર્ષ દિવસની લીલા વડે પૃથ્વીમાં વિચરે છે.
વિહારના કમ વડે તે ઋષભધ્વજ ભગવત અધ્યા મહાનગરીના પુરિમતાલ નામના ઉત્તમ શાખાનગરમાં આવે છે. તેની ઉત્તર દિશામાં બીજું નંદનવન હોય એવા શકટમુખ નામના ઉદ્યાનમાં તે પ્રભુ પ્રવેશ કરે છે. ત્યાં ન્યધ વૃક્ષની નીચે કર્યો છે અઠ્ઠમ તપ જેણે એવા, પ્રતિમામાં રહેલા તે પ્રભુ અપ્રમત્ત નામના ગુણ સ્થાનમાં પ્રવેશ કરે છે. તે પછી અપૂર્વકરણમાં ચઢેલા પ્રથમ પૃથકૃત્વવિતર્ક સવિચાર નામે શુકલધ્યાનને પામે છે, તે પછી અનિવૃત્તિ ગુણસ્થાનમાં આદર કષાયને ક્ષય પમાડતાં ત્યાંથી સૂમસંપરાય ગુણસ્થાનમાં સૂક્ષ્મ લેભને ક્ષય કરતાં ક્ષણવારમાં જગદ્ગુરુ ક્ષીણકષાયપણાને પામે છે, ક્ષીણમોહ ગુણસ્થાનના ચરમ સમયે બીજા એકત્વરિતક અવિચાર નામે શુકલ યાનને ક્ષણવારમાં પામે છે, તે દયાનના પ્રભાવે પાંચ જ્ઞાનાવરણ, ચાર દશનાવરણ અને પાંચ અંતરાય એ પ્રમાણે બાકી રહેલાં ઘાનિકને વિનાશ કરે છે, હવે વતથી એક હજાર વર્ષ ગમે તે