________________
૨૧૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ફાગણ વાદિ એકાદશીને વિષે ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે ચંદ્રને વેગ પામ્ય છતે પ્રભાત કાલે સમસ્ત ત્રણ ભુવનને હાથમાં રહેલાની જેમ પ્રકાશ કરનારું, ત્રણેય કાળના વિષયવાળું કેલવજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થાય છે, એ સમયે– दिसा पसण्णमावण्णा, वायवा सुहदाइणो । नारगाणामवि तया, खणं संजायए सुहं ॥
દિશાઓ પ્રસન્ન થઈ વાયુ પણ સુખદાયક હતા, અને તે સમયે ક્ષણવાર નારકોને પણ સુખ થાય છે.”
હવે સ્વામીના કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા માટે તેઓને પ્રેરણું કરવા માટે હોય તેમ બધા ઇંદ્રોના આસન કંપાયમાન થયા. તે પછી પિત–પોતાના વિમાનવાસી દેવોને બેલાવવા માટે દૂતીઓની જેમ ઇંદ્રકમાં એકદમ મધુર શબ્દવાળી મહાઘંટા વાગે છે.
સ્વામીના ચરણકમળ પાસે જવાની ઈચ્છાવાળા ઇંદ્રની આગળ ઐરાવણ દેવ ચિંતવનમાત્રથી ઉપસ્થિત થાય છે, તે પછી તે સ્વામીના મુખચંદ્રને જોવા માટે જંગમપણાને પામેલે મેરુપર્વત હોય તેમ લાખ એજન પ્રમાણ દેહ વડે ભત, હિમ સરખી શ્વેત અંગપ્રભા વડે ચારે તરફથી ચંદનથી ચર્ચિત હોય તેમ દિશાને વિલેપન કરતે, અતિસુગંધી એવા ગંડસ્થલમાંથી ઝરતા મદજળવડે સ્વર્ગના આંગણાની ભૂમિને કસ્તુરીને ગુચછથી ચિહ્નિત કરતે, પંખાની જેમ ચપલ કર્ણતાલ વડે કપોલતલ ઉપર આવી પડતા ગંધવડે અંધ થયેલ ભ્રમરની પંક્તિને