________________
૧૮૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
ગ્રહણ કરતા હતા. ઈચ્છા મુજબ દાન આપવા છતાં પણ અધિક લેતા ન હતા.
હવે સાંવત્સરિક દાનને અંતે આસન ચલાયમાન થવાથી ઇંદ્ર ભક્તિ વડે બીજા ભરતની જેમ ભગવંતની પાસે આવે છે. તે હાથમાં જળકળશ રાખી દેવેંદ્રો સાથે જગત્પતિના રાજ્યાભિષેકની જેમ દીક્ષા મહોત્સવના - અભિષેકને કરે છે.
ઋષભપ્રભુને દીક્ષા મહોત્સવ તે પછી ઇ શીવ્ર લાવેલા દિવ્ય વસ્ત્રાલંકારને જગપ્રભુ પહેરે છે. ઇંદ્ર પ્રભુના માટે અનુત્તરવિમાનના વિમાન જેવી સુદર્શના નામની શિબિકા બનાવે છે. મહેન્દ્ર વડે અપાય છે હાથ જેને એવા પ્રભુ લોકાગ્ર. પ્રાસાદ (મોક્ષ)ના પ્રથમ સોપાન સરખી તે શિબિકામાં ચઢે છે. તે શિબિકા પ્રથમ રોમાંચયુક્ત દેહવાળા મનુષ્યએ. અને પછી દેવેએ પિતાનો સાક્ષાત્ પુણ્યનો સમૂહ હોય. તેમ ઉપાડી તે વખતે સુરઅસુર વડે વગાડાતા ઉત્તમ મંગળ વાજિંત્રો નાદવડે પુષ્કરાવત મેઘની જેમ દિશાઓને પૂરે છે. જિનપતિની બન્ને પડખે બે ચામર પરલોક અને આલેકના મૂર્તરૂપે નિર્મળપણાની માફક શોભે છે. બંદિવૃન્દની જેમ દેના સમૂહવડે મનુષ્યોના કર્ણને આનંદપમાડનાર સ્વામીને જય-જયારવ કરાય છે.
શિબિકામાં ચઢેલા, માર્ગમાં જતા સ્વામી દેવવિમાન- માં રહેલી શાશ્વતુ. પ્રતિમા સરખા શોભે છે. તેવા પ્રકારના