________________
શ્રી ઋષભનાથ ચરિત્ર -
૧૮૧ આવતા ભગવંતને જોઈને સર્વેય નગરજને સંભ્રમથી બાળકે જેમ પિતાની પાછળ દોડે તેમ દોડે છે. મયુર જેમ મેઘને તેમ ભગવંતને જોવા માટે કેટલાક મનુષ્ય ઊંચા વૃક્ષની શાખાઓ ઉપર ચઢે છે, કેટલાક પ્રભુને જોવા માટે માર્ગના પ્રાસાદે ઉપર ચઢેલા પ્રચંડ સૂર્યના તાપને ચંદ્રના પ્રકાશની જેમ માને છે. કેટલાક કાલક્ષેપને સહન નહિ કરનારા અશ્વ ઉપર ચઢતા નથી, પરંતુ પિતે જ માર્ગમાં અશ્વની માફક ઉતાવળા દેડતા જાય છે. કેટલાક પાણીમાં માછલાની જેમ લોકોની અંદર પસીને સ્વામીના દર્શનની ઈચ્છા વડે આગળ નીકળે છે.
કેટલીક સ્ત્રીઓ વેગવડે દેડતી તૂટી ગયેલા હાર વડે લાજ (ભીના ચોખા)ની અંજલી જાણે ત્રિભુવનાધીશની આગળ મૂકે છે. પ્રભુના દર્શન માટે ઉત્સુક, કેડ ઉપર રહેલા છે બાળક જેને, એવી આવતા ધણીની આગળ, જેની ઉપર વાનર ચઢેલા છે એવી લતાની જેમ ઊભી રહે છે. સ્તનકુંભના ભારથી આળસુ કેટલીક સ્ત્રીઓ બને પડખે ઊભેલી બંને સખીઓના હાથને ટેકે લઈને પક્ષ કરીને જાણે પ્રભુદર્શન માટે આવે છે. કેટલીક સ્ત્રીઓ સ્વામીના પ્રેક્ષણમહોત્સવની ઇચ્છા વડે ગતિને ભંગ કરનારા, ભારભૂત પિતાના નિતંબની નિંદા કરે છે.
કેટલીક રાજમાર્ગના પ્રાસાદ ઉપર રહેલી કુલાંગનાઓ શુભ કસુંબી વસ્ત્રવાળી ચંદ્ર અને સંધ્યા સરખી શેભાને ધારણ કરતી પૂર્ણ પાત્રોને ધારણ કરે છે. કેટલીક ચપળ