________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭૯
પેઠે મનુષ્યોને પોતાના મનની પ્રાર્થનાને અનુરૂપ સાંવસરિક દાન આપે છે.
સાંવત્સરિક દાન જે જેને અથીર હોય તે તેને ગ્રહણ કરો” આ તે પ્રમાણે ઉલ્લેષણ પ્રભુ ચતુષ્પથ, ચત્વર, પ્રતોલી આદિ
સ્થાનમાં કરાવે છે. ઈ છે આદેશ કરેલા કુબેરવડે પ્રેરણા કરાયેલા ભકદે ચિરકાળથી ભ્રષ્ટ થયેલા, નષ્ટ થયેલા, સ્વામી વગરના, અત્યંત નાશ પામેલા પૂલવાળા, પર્વતના કુંજમાં રહેલા, સ્મશાનસ્થાનમાં છૂપાવેલા, ઘરની અંતર છૂપાવેલા રજત-સુવર્ણ અને રત્ન આદિ ધન ચારેય બાજુથી લાવીને દાન આપતા સ્વામીને જેમ મેઘ પાણીને પૂરે તેમ પૂરે છે.
નાભિનંદન દિવસે દિવસે સૂર્યોદયથી માંડીને ભોજન સમય સુધી એક કરોડ અને આઠ લાખ સુવર્ણ આપે છે. એક વર્ષે ત્રણસો અઠયાસી કોડ અને એંશી લાખ સુવર્ણનું દાન આપે છે. કહ્યું છે કેतिन्नेव य कोडिसया, अट्ठासीई य हुति कोडीओ। असिइंच सयसहस्स, एयं संवच्छरे दिन्न ।
આ પ્રમાણે એક વર્ષમાં ત્રણસો અઠયાસી કોડ અને એંશી લાખ (સુવર્ણ) આપ્યું.” - સ્વામીના પ્રવ્રજ્યાગ્રહણને સાંભળવા વડે ઉત્પન્ન થો છે સંસારને વૈરાગ્ય જેને એવા લેકે શેષામાત્ર