________________
૧૫૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
શેભાને, કઈક ઠેકાણે મરકતમણિના કિરણદંડ વડે લીલા લવાયેલા માંગલિક વાંસની શંકાને ઉત્પન્ન કરે છે.
વેત દિવ્ય વસ્ત્રના ચંદરવાના બહાને તે મંડપ આકાશમાં રહેલી ગંગાવડે જાણે આશ્રય કરાયો હોય તે હતો. ચંદરવામાં લટકતી મોતીની માળાઓ આઠે દિશાઓના આનંદના હાસ્ય જેવી શોભે છે.
ત્યાં દેવીઓએ સ્થાપન કરેલી, આકાશના અગ્રભાગને. આલિંગન કરતી હોય એવી ચાર રત્નકળશની શ્રેણીઓ રતિના નિધાનની જેમ શોભે છે.
કુંભને ટેકે આપનારા લીલા વાંસો વિશ્વને ટેકે આપનારા સ્વામીના વંશની વૃદ્ધિના સૂચક હોય એવા. શોભે છે.
તે વખતે વિવાહને ઉચિત કાર્યમાં હે રંભા ! તું માળાઓ શરુ કર, હે ઉર્વશી ! તું દુર્વા તૈયાર કર. હે. ઘતાચિ ! વરને અર્થ આપવા ઘી અને દહીં આદિ લાવ. હે મંજુ શેષા! સુંદર અવાજ વડે ધવલમંગળ ગા. હે. સુગંધા સુગંધી વસ્તુઓ તૈયાર કર. હે તિલોત્તમા ! દ્વાર ભાગમાં ઉત્તમ સ્વસ્તિકો કર. હે મેના વિવાહ સમયે આવેલા લોકોનું સન્માન કર. હે સુકેશી ! વધૂ-વરને માટે કેશના આભરણ ધારણ કર. હે સહજન્યા ! જાનમાં આવેલા લોકોને સ્થાન બત્તાવ. હે ચિત્રલેખા ! માયરામાં વિચિત્ર ચિત્રને આલેખ. હે પૂર્ણિની! પૂર્ણ પાત્રોને તૈયાર કર. હે પુંડરીકા ! કમળ વડે પૂર્ણ કળશને સુશોભિત