________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૯
હવે ઈંદ્ર પ્રભુના અભિપ્રાયને જાણીને વિવાહ કર્મના આરંભ માટે તરત આભિયોગિક દેવોને બોલાવે છે.
આભિગિક દેવોએ કરેલા મંડપનું વર્ણન . હવે તે આભિગિક દેવો ઇંદ્રની આજ્ઞાથી સુધર્માસભાને નાનો ભાઈ હોય એવો મંડપ રચે છે. ત્યાં સુવર્ણ—માણિક્ય અને રજતના સ્થંભે મેરુ-રહણગિરિ અને વૈતાઢચની ચૂલિકા જેવા શોભે છે. ઉદ્યોત કરતા સુવર્ણકુંભે ત્યાં ચક્રવર્તીના કાકિણ રત્નથી મંડિત હોય એવા શેભે છે. બીજાના તેજને સહન નહિ કરનારી સુવર્ણવેદિકાએ સૂર્યના પ્રકાશને પરાભવ કરતી હોય તેમ શેભે છે. અંદર પ્રવેશ કરતા. મણિમય શિલામાં પ્રતિબિંબિત થયેલા કણ કણ પરિવારપણાને પામતા નથી? રત્નમય સ્તંભ ઉપર રહેલી પુતળીઓ સંગીત કરવાથી થાકી ગયેલી નર્તકીઓ હોય તેમ શેભે છે. સર્વ દિશાએમાં કલ્પવૃક્ષના પલ્લવોથી કરાયેલાં તેણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યની જેમ શેભે છે. સફટિકમય બારશાખાને વિષે નીલમણિનાં તારણે શરદઋતુના મેઘની અંદર રહેલા શુકની પંક્તિ જેવા લાગે છે.
તે મંડપ કઈક ઠેકાણે સફટિકથી બાંધેલી પૃથ્વીના -આંતરા રહિત કિરણે વડે કીડા કરવાના અમૃત સરોવરના ‘ક્રમને, કેઈક ઠેકાણે પદ્મરાગમણિના કિરણના સમૂહ વડે દિવ્ય કસુંબી વસ્ત્રના ભ્રમને, કેઈક ઠેકાણે નીલમણિના દકિરણોના પ્રવાહ વડે વાવેલા માંગલિક યવના અંકુરાની