________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૩૯
જે કારણથી પ્રભુના ઉરુપ્રદેશમાં રાષભનું ચિહ્ન હતું અને માતાએ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જે હતું તેથી માત-પિતાએ શુભ દિવસે તે બાળકનું નામ મહોત્સવપૂર્વક “ઋષભ કર્યું. તે વખતે સાથે ઉત્પન્ન થયેલી કન્યાનું નામ પણ “સુમંગલા ” યથાર્થ કર્યું.
બાળપણમાં પ્રભુ પિતાના અંગુઠામાં ઈંદ્ર સંક્રમાયેલા અમૃતરસને એગ્ય કાળે પીવે છે. ઇંદ્ર આદેશ કરેલી પાંચે ધાત્રીના સ્વરૂપવાળી દેવીઓ પરમેશ્વરને જેમ સમિતિઓ મહામુનિને પાળે તેમ પાળે છે.
પ્રભુના જન્મથી કાંઈક ઓછો એક વર્ષ થયે છતે સૌધર્મેન્દ્ર વંશ સ્થાપન માટે આવ્યા. “સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન ન કરવું જોઈએ”—એ પ્રમાણે વિચારીને મોટો શેરડીનો સાંઠે લઈને નાભિકુલકરના ખોળામાં બેઠેલા સ્વામીની આગળ આવ્યા. પ્રભુ અવધિજ્ઞાનથી ઇંદ્રનો સંકલ્પ જાણીને તે શેરડીનો સાંઠે લેવા માટે હાથીની જેમ કરને લંબાવે છે. પ્રભુના ભાવને જાણનાર. ઇંદ્ર પ્રભુને મસ્તક વડે નમીને તે શેરડીના સાંઠાને ભેટણાની જેમ આપે છે. સ્વામીએ ઈ ગ્રહણ કરી તેથી. ઈક્વિાકુ” એ નામનો સ્વામીનો વંશ સ્થાપીને શકસ્વર્ગમાં ગયે.