________________
૧૩૮
શ્રી ઋષભનાથ ચરિત્ર ઉપર ચાર ચૈત્યમાં શાશ્વત તીર્થંકરની પ્રતિમાઓનો અષ્ટાનિકા મહેસ્વ ઇંદ્રના ચાર લોકપાલ કરે છે.
આ પ્રમાણે ઈશાનેન્દ્ર ઉત્તર દિશામાં રહેલા રમણીય નામના અંજનગિરિ ઉપર ઉતરે છે અને તેના લોકપાળે પર્વતની ચાર દિશામાં રહેલી વાવોના દધિમુખ પર્વત ઉપર ઉતરીને આઠ દિવસ પયત મહોત્સવ કરે છે.
ચમરેન્દ્ર દક્ષિણ દિશામાં રહેલા રત્નની કાંતિથી દેદીપ્યમાન નિત્યદ્યોત નામના અંજનગિરિ ઉપર ઉતરે છે અને તેના કપાળ દક્ષિણ અંજનગિરિની વાવડીએના મધ્યમાં રહેલા દધિમુખ પર્વત ઉપર આવે છે, ત્યાં આઠ દિવસ સુધી મહોત્સવ કરે છે.
બલીન્દ્ર પણ પશ્ચિમ દિશામાં રહેલા સ્વયંપ્રભ નામના અંજનગિરિ ઉપર આવીને ઋષભ આદિ શાશ્વત પ્રતિમાઓને ઉત્સવ કરે છે. અને તેના લોકપાળે તેની. વાવડીઓના મધ્યભાગમાં રહેલા દધિમુખ પર્વત ઉપર શાશ્વત જિનપ્રતિમાઓની આઠ દિવસ સુધી પૂજા કરે છે.
આ પ્રમાણે નંદીશ્વરદ્વીપમાં જિનચૈત્ય મહોત્સવ કરીને સર્વે ઈન્દ્રો અને દેવો પિત–પિતાના સ્થાને જાય છે..
(આ પ્રમાણે કે કરેલ મહોત્સવ સમાપ્ત) ઋષભ એ પ્રમાણે નામ અને વંશની સ્થાપના
હવે જાગૃત થયેલા સ્વામિની મરુદેવા પણ દેવો. આગમન આદિ રાત્રિને વૃત્તાંત નાભિકુલકરને કહે છે.